atiq

Atiq Ahmed update: અમદાવાદથી બાહુબલી અતીક અહેમદને લઈ યુપી પોલીસ થઈ રવાના

Atiq Ahmed update: સુરક્ષા વચ્ચે 30 કલાકે પહોંચશે યુપી

Atiq Ahmed update: યુપીના સૌથી મોટા ગુનેગારોમાંના એક અતીક અહેમદને સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર જૂન 2019માં અમદાવાદની સાબરમતી જેલમાં ખસેડવામાં આવ્યો હતો.

અમદાવાદ, 26 માર્ચ: Atiq Ahmed update: સાબરમતી જેલમાં બંધ અતીક અહેમદને લઈને યુપી પોલીસ પ્રયાગરાજ જવા માટે રવાના થઈ છે. પ્રયાગરાજ પોલીસ માફિયા અતીક અહેમદ સાથે ઉત્તર પ્રદેશના કે ઉમેશ પાલ કેસમાં તેને રજૂ કરવા રવાના થઈ છે. પોલીસ દ્વારા અતીકને રોડ માર્ગે પ્રયાગરાજ લઈ જવામાં આવી રહ્યો છે. યુપી પોલીસ તેને મધ્યપ્રદેશથી લઈ જઈ રહી છે. 

પ્રયાગરાજ પોલીસ આજે  ગુજરાત  અતીકને લેવા માટે આવી પહોંચી હતી. જેમાં કાનુની કાર્યવાહી બાદ તેને ધોરી માર્ગેથી યુપી સુધી લઈ જવામાં આવી રહ્યો છે. યુપીના સૌથી મોટા ગુનેગારોમાંના એક અતીક અહેમદને સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર જૂન 2019માં અમદાવાદની સાબરમતી જેલમાં ખસેડવામાં આવ્યો હતો.

ટ્રાન્સફર માટે જરૂરી કાગળની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી
ઉમેશ પાલ અપહરણ કેસનો ચુકાદો 28 માર્ચે કોર્ટમાં સંભળાવવામાં આવશે. એટલે કે, બે દિવસમાં આ મામલે ચૂકાદો આવશે.યુપી મોકલતા પહેલા જેલમાં જ અતીક અહેમદનું મેડિકલ કરાવવામાં આવ્યું હતું અને જેલ ટ્રાન્સફર માટે જરૂરી કાગળની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. લગભગ સાત કલાક લાગ્યા અને લગભગ 5:44 વાગ્યે યુપી પોલીસ અતીક માટે રવાના થઈ. 

અમદાવાદથી પ્રયાગરાજ પહોંચવામાં 30 કલાકનો સમય 
માફિયા અતીક અહેમદ સાથે ઉત્તર પ્રદેશના કે ઉમેશ પાલ કેસમાં સાબરમતી જેલામાં બંધ હતો. ત્યારે અમદાવાદની હાઈ સિક્યોરીટી ધરાવતી જેલની હવા ખાધા બાદ યુપી પોલીસની ટીમ કડક સુરક્ષા હેઠળ અતીક અહેમદ સાથે રવાના થઈ છે. અમદાવાદથી પ્રયાગરાજ પહોંચવામાં 30 કલાકનો સમય લાગશે. પ્રયાગરાજ પોલીસ રવિવારે સવારે વોરંટ સાથે સાબરમતી જેલમાં પહોંચી હતી.

સાબરમતી જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો 
યુપી પોલીસ રવિવારે સવારે પ્રયાગરાજ કોર્ટના પ્રોડક્શન વોરંટ સાથે સાબરમતી જેલ પહોંચી હતી. આ પછી, અતીકને જેલમાં યુપી મોકલવાની પ્રક્રિયા શરૂ થઈ. આ દરમિયાન તમામ દસ્તાવેજોની ચકાસણી પૂર્ણ કરવામાં આવી હતી. લગભગ પાંચ કલાકની પ્રક્રિયા બાદ અતીકને સાબરમતી જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.

ઘણા સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે ઉમેશ પાલની હત્યાના સંબંધમાં અતીક અહેમદને યુપી લઈ જવામાં આવશે. આખરે જ્યારે પ્રયાગરાજ કોર્ટે ઉમેશ પાલના જૂના કેસમાં પોલીસને વોરંટ આપ્યું હતું. ત્યારબાદ યુપી પોલીસ સાબરમતી જેલમાં પહોંચી અને કાગળની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ માફિયા અતીક સાથે બહાર આવ્યો હતો.

 આ પણ વાંચો:Relationship: ક્યારેક એવા સંબંધ મળે છે જેની સાથે કોઈ પણ પ્રકારનું સગપણ ન હોવા છતાં; એક લાગણીનો સંબંધ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો