ambaji public bhid

Ambaji chaitri nortu: અંબાજી મા ચૈત્રીનુ પાંચમુ નોરતુ ભક્તિમય બન્યુ, મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા અંબાજી મંદિરે

Ambaji chaitri nortu: અંબાજી મા રવિવાર અને ચૈત્રીનુ પાંચમુ નોરતુ ભક્તિમય બન્યુ, મોટી સંખ્યામાં ભકિતો ઉમટ્યા અંબાજી મંદિરે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 26 માર્ચ:
Ambaji chaitri nortu: હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે આ ચૈત્રી નવરાત્રીમાં માતાજીના ઉપાસકો ખાસ કરીને શક્તિપીઠ ઉપર દર્શનાર્થે વધારે ઉમટી પડતા હોય છે, ત્યારે અંબાજીમાં પણ આજે રવિવાર અને ચૈત્રી નવરાત્રી ના પાંચમા નોરતે ભક્તોનું ઘોડા પર ઉમટ્યુ હતું અને અંબાજી મંદિરમાં આજે ભક્તિમય બન્યું હતું એમાં ઉમટી પડેલ ભક્તોએ ખૂબ જ શાંતિપૂર્ણ મા અંબાના મંદિરમાં દર્શનનો લાભ લીધો હતો.

અનેક પ્રકારની નાની-મોટી ધજા પતાકાઓ પણ માતાજીના મંદિરના શીખરે ચડાવી ધ્ન્યતા અનુભવી હતી , જો કે ખાસ કરીને આજે આ રવિવાર અને પાંચમા નોરતે અનેક શ્રદ્ધાળુઓએ માતાજીને હોમ યજ્ઞશાળામાં પોતાની યથાશક્તિ પ્રમાણે અનુષ્ઠાન હોમ હવન કરાવી અને શ્રદ્ધાનું ભાથુ બાંધ્યું હતું. ખાસ કરીને આજે જોવા જઈએ તો રવિવાર અને પાંચમના દિવસે વડા પ્રઘાન નરેન્દ્રભાઈ મોદીના મોટાભાઈ સોમાભાઈ મોદી પણ આજે શક્તિપીઠ અંબાજી મંદિરના દર્શને પહોંચ્યા હતા.

જ્યાં નિજ મંદિરમાં દર્શન કરી પૂજારીએ તેમનું કુમકુમ તિલક પડે તેમને આશીર્વાદ પ્રદાન કર્યા હતા ને માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી આશીર્વાદ લીધા હતા આજે શક્તિપીઠ અંબાજી માં ઉમટી પડેલા ભવીક ભક્તો ના વાહનોના પગલેિ હાઇવે માર્ગ ઉપર વાહનોનો ટ્રાફિક સમસ્યા સર્જાતા ક્યાંક વાહન પાર્ક કરવા અવ્યવસ્થા સર્જાય હોય તેવું જોવા મળ્યું હતું.

આમતો દર રવિવારે અંબાજીમાં ભક્તોની ભારે ભીડ રહેતી હોય છે પણ હાલ તબક્કે જે રીતે ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે તેને લઈ આજે અંબાજીમાં લગભગ 1.5 લાખ ઉપરાંત શ્રદ્ધાળુ એ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આ પણ વાંચો:Atiq Ahmed update: અમદાવાદથી બાહુબલી અતીક અહેમદને લઈ યુપી પોલીસ થઈ રવાના

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો