Arvind kejriwal Image

Attack on cm kejriwal house: સીએમ કેજરીવાલના ઘર પર હુમલો, ભાજપના કાર્યકરો પર આરોપ- વાંચો વિગત

Attack on cm kejriwal house: ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાનુ કહેવુ છે કે, કેટલાક અસામાજિક તત્વોએ કેજરીવાલના ઘરના સીસીટીવી કેમેરા અને સિક્યુરિટી માટે લગાવેલી બેરિકેડ તોડી નાંખી

નવી દિલ્હી, 30 માર્ચઃ Attack on cm kejriwal house: કાશ્મીર ફાઈલ્સ પરના નિવેદનના કારણે વિવાદમાં આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર હુમલો થયો છે.

દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાનુ કહેવુ છે કે, કેટલાક અસામાજિક તત્વોએ કેજરીવાલના ઘરના સીસીટીવી કેમેરા અને સિક્યુરિટી માટે લગાવેલી બેરિકેડ તોડી નાંખી છે. આ સિવાય ગેટ પરના બેરિયરનીપ ણ તોડફોડ કરવામાં આવી છે.

તેમણે આરોપ મુક્યો હતો કે, આ તોડફોડ ભાજપના જ ગુંડાઓએ કરી છે અને પોલીસ જ તેમને કેજરીવાલના ઘર સુધી લઈ આવી છે.

આ પણ વાંચોઃ Petrol bomb at a CRPF bunker: હિજાબવાળી આતંકવાદી મહિલાએ CRPFના બંકર પર ફેંક્યો પેટ્રોલ બોમ્બ- વીડિયો થયો વાયરલ

પોલીસના કહેવા પ્રમાણે ભાજપના યુવા મોરચાના 100 કરતા વધારે કાર્યકરોએ સવારે સાડા અગિયાર વાગ્યે સીએમના ઘરની બહાર વિરોધ પ્રદર્શન શરૂ કર્યુ હતુ. આ વિરોધ કેજરીવાલે ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મને લઈને આપેલા નિવેદન સામે હતુ અને બપોરે એક વાગ્યે કેટલાક દેખાવકારો બેરિકેડ તોડીને સીએમના ઘરની બહાર સુધી પહોંચી ગયા હતા. ત્યાં તેમણે ઘર પર પેઈન્ટ ફેંક્યો હતો અને સીસીટીવી કેમેરા પણ તોડી નાંખ્યા હતા.

પોલીસે 70 લોકોની આ મામલામાં અટકાયત કરી છે. ભાજપનો આરોપ છે કે, કેજરીવાલે કાશ્મીરી પંડિતોના નરસંહારની મજકા ઉડાવી છે.

આ પણ વાંચોઃ Petrol Diesel Price: પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો, રાજ્યમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.