pm modi in varanasi

Prime Minister visits Gujarat: ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, આ રહેશે કાર્યક્રમ- વાંચો વિગત

Prime Minister visits Gujarat: વડાપ્રધાન મોદી ભાજપના સ્થાપના દિવસ 6 એપ્રિલે પક્ષના કાર્યકરોને સંબોધિત કરશે

ગાંધીનગર, 30 માર્ચઃPrime Minister visits Gujarat: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રયાસો તેજ કરી દેવાયાં છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ડિનરનું આયોજન કર્યુ છે. જેમાં ભાજપના તમામ ધારાસભ્યોને ભોજન માટે આમંત્રણ અપાયું છે. બીજી તરફ વડાપ્રધાન મોદી ભાજપના સ્થાપના દિવસ 6 એપ્રિલે પક્ષના કાર્યકરોને સંબોધિત કરશે.

જેની ભાજપના તમામ એકમોને સૂચના આપી દેવામાં આવી છે. વડાપ્રધાનની ચૂંટણી પહેલાં જ ગુજરાતમાં અવરજવર વધશે. ત્યારે 21 એપ્રિલના રોજ વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે આવશે. સી.આર પાટીલે જાણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીનો આ કાર્યક્રમ દાહોદમાં રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Attack on cm kejriwal house: સીએમ કેજરીવાલના ઘર પર હુમલો, ભાજપના કાર્યકરો પર આરોપ- વાંચો વિગત

મધ્ય ગુજરાતના છ જિલ્લાના તમામ તાલુકા પંચાયતના ચૂંટાયેલા હોદેદારો, સભ્યો સહિત સંગઠનનાં હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલ ખાતેના હોલમાં ખાસ મિટિંગ યોજવામાં આવી હતીં. જેમાં સી.આર પાટીલે જાણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21ની એપ્રિલે ગુજરાતના પ્રવાસે આવશે. જેમનો કાર્યક્રમ દાહોદમાં રાખવામાં આવ્યો છે. અહીંયા પ્રધાનમંત્રી વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરશે.

સી.આર પાટીલે કહ્યું કે, ચાર રાજ્યોના ભવ્ય વિજય બાદ પ્રધાનમંત્રી દાહોદમાં આવી રહ્યાં છે. પ્રધાનમંત્રી અમદાવાદ આવ્યાં ત્યારે આપ સૌના સાથ સહકારથી ભવ્ય રોડ શોનું આયોજન કરવાનાં આવ્યું હતું. આ રોડ શો બાદ પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રોડ શો ઘણા કર્યાં પણ હાઇવે પરનો રોડ શો આવો ક્યારે થયો નથી.પ્રદેશ પ્રમુખે ભવ્ય કાર્યક્રમને સફળ કરવા માટે મહીસાગર, પંચમહાલ, વડોદરા અને દાહોદના 3 લાખથી વધુ કાર્યકર્તાઓ ભેગા કરવા કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું. પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં કાર્યકર્તાઓને લાવવા માટે વાહન વ્યવહારની પણ સગવડ કરશે

આ પણ વાંચોઃ Petrol bomb at a CRPF bunker: હિજાબવાળી આતંકવાદી મહિલાએ CRPFના બંકર પર ફેંક્યો પેટ્રોલ બોમ્બ- વીડિયો થયો વાયરલ

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.