Petrol bomb at a CRPF bunker

Petrol bomb at a CRPF bunker: હિજાબવાળી આતંકવાદી મહિલાએ CRPFના બંકર પર ફેંક્યો પેટ્રોલ બોમ્બ- વીડિયો થયો વાયરલ

Petrol bomb at a CRPF bunker: જમ્મુ કાશ્મીર પોલીસના આઈજી વિજય કુમારે કહ્યું કે, કાલે સોપોરમાં સીઆરપીએફના બંકર પર બોમ્બ ફેંકનાર મહિલાની ઓળખ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે. 

શ્રીનગર, 30 માર્ચઃPetrol bomb at a CRPF bunker: જમ્મુ-કાશ્મીરના સોપોર જિલ્લાનો એક સીસીટીવી ફૂટેઝ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હિજાબ પહેરેલી એક મહિલા CRPFના બંકર પર પેટ્રોલ બોમ્બ ફેંકતી નજર આવી રહી છે. એક સીસીટીવી ફૂટેઝ સામે આવ્યો છે જેમાં મહિલા પોતાના બેગમાંથી પેટ્રોલ બોમ્બ કાઢીને ફેંકતી નજર આવી રહી છે. ત્યારબાદ વીડિયોમાં સીઆરપીએફના જવાનો બંકરમાં લાગેલી આગને કાબુમાં લેતા જોવા મળી રહ્યા છે. 

આ ઘટના દ્વારા આતંકી ગતિવિધિઓમાં મહિલાઓ પણ સામેલ હોવાના પુરાવા મળી આવ્યાની વાત સામે આવી છે. આ ઘટનાને લઈને જમ્મુ-કાશ્મીર પોસીસનું નિવેદન પણ સામે આવ્યું છે. પોલીસે કહ્યું કે, બંકર પર બોમ્બ ફેંકનાર મહિલાની ઓળખ થઈ ગઈ છે. જમ્મુ કાશ્મીર પોલીસના આઈજી વિજય કુમારે કહ્યું કે, કાલે સોપોરમાં સીઆરપીએફના બંકર પર બોમ્બ ફેંકનાર મહિલાની ઓળખ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે. 

આ પણ વાંચોઃ Petrol Diesel Price: પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો, રાજ્યમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર

જમ્મુ કાશ્મીરમાં દુખ્તરાન-એ-મિલ્લત નામનું એક મહિલા સંગઠન પણ છે જે કાશ્મીરમાં ઈસ્લામી કાયદો સ્થાપિત કરવા અને જમ્મુ કાશ્મીરને ભારતથી અલગ કરવા માટે જિહાદની વકાલાત કરે છે. તેની સ્થાપના 1987માં થઈ હતી અને તેની લીડર આસિયા અંદ્રાબી છે. અંદ્રાબી અને તેની સહયોગી ફહમીદા સોફીસોપોરમાં હિજાબ વાળી આતંકી હાલમાં તિહાડ જેલમાં છે. સીસીટીવી ફૂટેઝ વાળા વીડિયોને ફિલ્મકાર અશોક પંડિતે પણ ટ્વીટ કર્યો છે. અશોક પંડિતે વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું, ‘હિજાબના ફાયદા’. આજે એક બુરખા પહેરેલી મહિલાએ સોપોરમાં CRPF કેમ્પ પર પેટ્રોલ બોમ્બ ફેંક્યો હતો.

નોંધનીય છે કે, એક દિવસ અગાઉ જ શ્રીનગરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ ઘટનામાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ રઈસ અહમદ ભટ અને બિજબેહરાના હિલાલ આહ રાહના રૂપમાં થઈ છે. રઈસ અહમદ વેલી મીડિયા સર્વિસ નામથી ન્યૂઝ એજન્સી ચલાવતો હતો. 

આ પણ વાંચોઃ Waterborne diseases: ગરમીનો પારો વધતા આ શહેરમાં ટાઈફોઈડ, કમળો, ઝાડા-ઊલટીના 719 કેસ નોંધાયા- વાંચો વિગત

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.