Ayodhya

Ayodhya Ram Mandir: રામ મંદિરથી યુુપીમાં પ્રવાસને મળશે વેગ, આટલા હજાર કરોડની આવકની શક્યતા

Ayodhya Ram Mandir: યુપીની આવકને આનાથી 20 થી 25 હજાર કરોડ રુપિયાનો ફાયદો થઈ શકે છે: Report

અમદાવાદ, 22 જાન્યુઆરીઃ Ayodhya Ram Mandir: અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે ચાલી રહેલી લાંબી રાહનો અંત આવી ગયો છે. આજે 22મી જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરનો અભિષેક પૂર્ણ થઈ ગયો છે. આ મંદિરને લઈને દેશભરમાં ભારે ઉત્સાહ છે. મંદિરનું નિર્માણ પૂર્ણ થતાં ઉત્તર પ્રદેશમાં આવનારા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની ધારણા છે, જેનાથી રાજ્યની આવકમાં પણ વધારો થવાની આશા છે.

એક રિપોર્ટ અનુસાર, યુપીની આવકને આનાથી 20 થી 25 હજાર કરોડ રુપિયાનો ફાયદો થઈ શકે છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ઉત્તર પ્રદેશને કેન્દ્ર સરકારની પિલગ્નિમેજ રિજુવેનેશન એન્ડ સ્પિરિચ્યુઅલ હેરિટેજ ઓગમેન્ટેશન ડ્રાઈવ (પ્રસાદ) યોજનાથી ઘણો ફાયદો થઈ રહ્યો છે.

રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશમાં પ્રવાસીઓનો ખર્ચ 2028 સુધીમાં બમણો થઈ શકે છે. વર્ષ 2022માં સ્થાનિક પ્રવાસીઓએ ઉત્તર પ્રદેશમાં 2.2 લાખ કરોડ રુપિયાનો ખર્ચ કર્યો હતો. વિદેશી પ્રવાસીઓએ રાજ્યમાં 10 હજાર કરોડ રુપિયા ખર્ચ્યા હતા. રિપોર્ટ અનુસાર, રામ મંદિર અને પર્યટનને પ્રોત્સાહન આપવા માટેની અન્ય યોજનાઓના આધારે રાજ્યમાં પ્રવાસી ખર્ચ આ વર્ષે 4 લાખ કરોડ રુપિયાને પાર કરી શકે છે.

આ પણ વાંચો… PM Modi Statement: 22મી જાન્યુઆરી કેલેન્ડરની માત્ર તારીખ નથી, તે નવા ‘કાલ ચક્ર’ ની ઉત્પત્તિ છે: પીએમ મોદી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો