Jammu

Big accident in jammu: જમ્મુ-કાશ્મીરના પુંછમાં મોટી દુર્ઘટના, બસ ખીણમાં પડતાં અનેક લોકોનાં મોત

Big accident in jammu: મૃતકોના પરિવારને પાંચ-પાંચ લાખ રૂપિયા સહાયની જાહેરાત

નવી દિલ્હી, ૧૪ સપ્ટેમ્બરઃ Big accident in jammu: જમ્મુ-કાશ્મીરમાં પૂંછમાં આજે એક મોટી દુર્ઘટના થઈ છે. અહીં પૂંછમાં સાવઝાન વિસ્તારમાં એક મિની બસ દુર્ઘટનાનો શિકાર થઈ છે. આ દુર્ઘટનામાં 11 લોકોના મોત થયા છે. સાથે જ કેટલાય અન્ય લોકો ઘાયલ પણ થયા છે.

તમામ ઘાયલોને મંડીની હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. ઘટનાસ્થળે બચાવ અભિયાન ચલાવામાં આવી રહ્યું છે કહેવાય છે કે આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે બસ મંડીના સાવઝાન જઈ રહી હતી. આ દરમિયાન બસ ખીણમાં ખાબકી હતી.

જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું, “પૂંછના સાવઝાનમાં માર્ગ અકસ્માતમાં થયેલા મૃત્યુથી દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. હું ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરું છું. પોલીસ અને સિવિલ અધિકારીઓને ઘાયલોને તમામ શક્ય સારવાર આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ સાથે મનોજ સિંહાએ મૃતકના પરિવારજનોને પાંચ લાખ રૂપિયા આપવાની પણ જાહેરાત કરી છે.

આ પણ વાંચો: 5 more days of rain forecast: રાજ્યમાં હજી 5 દિવસ વરસાદની આગાહી, આજે વેધર વૉચ ગ્રુપની બેઠક પણ યોજાઇ

Gujarati banner 01