Big Accident in Maharashtra

Big Accident in Maharashtra: મહારાષ્ટ્રમાં થયો મોટો અકસ્માત; 17 લોકોની મોત, જાણો સમગ્ર વિગતો અહીં….

Big Accident in Maharashtra: બ્રિજના કામકાજ દરમિયાન ગર્ડર મશીન તૂટી પડતા 17 લોકોના મોત થયા

મુંબઈ, 01 ઓગસ્ટઃ Big Accident in Maharashtra: મુંબઈના થાણે નજીક શાહપુર તાલુકાના સરલામ્બે ખાતે સમૃદ્ધિ હાઈવેના ત્રીજા તબક્કા દરમિયાન એક મોટો અકસ્માત થયો હતો. બ્રિજનું કામ ચાલી રહ્યું છે ત્યારે ગર્ડર મશીન તૂટી પડ્યું હતું. આમાં અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયા છે. ચારથી પાંચ લોકો ઘાયલ થયા છે.

ગર્ડર મશીન નીચે વધુ છ લોકો ફસાયા હોવાનું માનવામાં આવે છે. દરમિયાન રાજ્યના માર્ગ વિકાસ જાહેર બાંધકામ મંત્રી દાદા ભુસે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. પ્રથમ પ્રાથમિકતા ગર્ડર મશીન નીચે ફસાયેલા કામદારોને બહાર કાઢવાની છે. અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ કરવામાં આવશે. દાદા ભુસેએ કહ્યું કે મૃતકોના પરિવારને પણ મદદ કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગર્ડર મશીનને જોડતી ક્રેન અને સ્લેબ સો ફૂટની ઊંચાઈએથી મજૂરો પર પડ્યો હતો. જેમાં 17 મજૂરોના મોત થયા છે. મૃતદેહોને શાહપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. ત્રણથી ચાર લોકો ઘાયલ છે અને તેમની સારવાર ચાલી રહી છે. મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે.

આ પણ વાંચો… Jasprit Bumrah: આયર્લેન્ડ વિરુદ્ધ T-20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાનું એલાન, આ ખેલાડી બન્યો કેપ્ટન…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો