Uttarakhand accident

Big accident in uttarakhand: ઉત્તરાખંડમાં મોટો અકસ્માત, લગ્નમાંથી પરત ફરી રહેલા 14 લોકોના મોત

Big accident in uttarakhand: પીએમઓ દ્વારા મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત

નવી દિલ્હી, 22 ફેબ્રુઆરી: Big accident in uttarakhand: ઉત્તરાખંડમાં એક મોટો અકસ્માત થયો હતો. અહીં, ચંપાવત જિલ્લાના ડાંડા વિસ્તારમાં સોમવારે રાત્રે લગ્નમાંથી પરત ફરી રહેલું એક વાહન ખાઈમાં પડી ગયું હતું. આ અકસ્માતમાં 14 લોકોની મોત થઇ ગઈ છે. જ્યારે 2 ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમને નજીકની જિલ્લા હોસ્પિટલમાં તબીબી સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

Uttarakhand accident 2

પ્રાપ્ત માહિતી અનુસાર, આ વાહન ગઈકાલે રાત્રે 3.20 વાગ્યાની આસપાસ બેકાબૂ બનીને ઊંડી ખાઈમાં પડી ગયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે તમામ કાકનાઈના રહેવાસી લક્ષ્મણ સિંહના પુત્ર મનોજ સિંહના લગ્નમાં હાજરી આપવા ગયા હતા. મોટાભાગના મૃતકો કાકનાઈના ડાંડા અને કાથોટી ગામના રહેવાસી છે.

આ પણ વાંચો: PF new rule: પી.એફના કાયદામાં થયા ફેરફાર. 15000 જેટલી કમાણી ધરાવનાર માટે આ નવો નિયમ; જાણો વિગતે

અકસ્માતનું કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ કેપેસિટી કરતાં વધુ સવારીને કારણે આ અકસ્માત સર્જાયો હોવાની શક્યતા માનવામાં આવી રહી છે. અકસ્માતની જાણકારી મળતા જ પોલીસ અને રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ખાઈમાંથી 14 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જોકે ડ્રાઇવર સહિત અન્ય એક ગંભીર રીતે ઘાયલ છે. જેને તબીબી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ આ મામલે સતત તપાસ કરી રહી છે.

PMએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારજનોને 2 લાખની સહાય આપવામાં આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. આ સાથે જ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે.

Gujarati banner 01