Sabarmati Station

Big Information for Train Passengers: અમદાવાદ સ્ટેશનથી ઉપડતી કેટલીક ટ્રેનોના ટર્મિનલમાં ફેરફાર

Big Information for Train Passengers: બુલેટ ટ્રેન અને સ્ટેશનના પુનઃવિકાસના ચાલી રહેલા કામને લીધે અમદાવાદ સ્ટેશનથી ઓરિજિનેટ / ટર્મિનેટ થનારી   કેટલીક ટ્રેનોના ટર્મિનલમાં ફેરફાર

અમદાવાદ, 05 માર્ચ: Big Information for Train Passengers: અમદાવાદ સ્ટેશનની કાયાપલટ કરવામાં આવી રહી છે અને આને વિશ્વકક્ષાના સ્ટેશન તરીકે પુનઃવિકસિત કરવામાં આવશે. સાબરમતી સ્ટેશન પર ઈન્ટીગ્રેડ કોચિંગ ડિપો (ICD) ના મુળભૂત માળખાના અપગ્રેડેશનથી સમર્થિત મુખ્ય પુનઃવિકાસના તબક્કાથી પસાર થઈ રહ્યું છે, જે એલએચબી રેક માટે આધુનિક જાળવણી સુવિધાઓથી સુસજ્જિત હશે, જેનાથી ટ્રેનોની ઉત્તમ જાળવણી સંભવ થઈ શકે. અમદાવાદ શહેરના અન્ય સ્ટેશનો જેવા કે મણીનગર, વટવા, ચાંદલોડિયા અને અસારવાને પણ અમૃત સ્ટેશનો તરીકે વિકસિત કરવામાં આવી રહ્યા છે.

આ સ્ટેશનો ઝડપથી વિકસિત થઈ રહેલા શહેર અને અમદાવાદ-ગાંધીનગર અર્બન કોમ્પલેક્ષની જરૂરીયાતોને પૂર્ણ કરશે. આ મુળબૂત માળખાગત કામ વધારાની ક્ષમતા વૃદ્ધિમાં મદદરૂપ થશે, વ્યસ્ત રેલવે નેટવર્કની સાથે-સાથે સ્ટેશન સંકુલમાં ભીડભાડ ઓછી કરશે અને શહેરની સીમાની અંદર સેટેલાઈટ સ્ટેશનોની આસપાસ નવા શહેરી વિકાસમાં મદદરૂપ થશે. અમદાવાદ અને તેની આસપાસના સેટેલાઈટ સ્ટેશન ભીડભાડ વાળા અમદાવાદ સ્ટેશન ઉપર ભીડને ઓછી કરવામાં અને વિસ્તારિત શહેરની અંદર યોજનાબદ્ધ રીતે નવું શહેરી પરિદ્રશ્ય વિકસિત કરવામાં મદદરૂપ થશે.

ગુજરાતનું પ્રશાસનિક મુખ્યમથક ગાંધીનગર ઝડપથી એક આઈટી કેન્દ્રની સાથે-સાથે શૈક્ષણિક હબ તરીકે વિકસિત થઈ રહ્યું છે. શહેરે અત્યંત વિકાસને જોયો છે તથા આ વેપાર અને ઉદ્યોગ માટે સંભવિત સ્થળોમાં એક બની રહ્યું છે. ગાંધીનગર કેપિટલ સ્ટેશન દેશનું પહેલું સ્ટેશન છે જેને વિશ્વકક્ષાના સ્ટેશન તરીકે પુનઃવિકસિત કરવામાં આવ્યું. આ સ્ટેશનમાં યાત્રીઓ માટે એરપોર્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સ્ટેશન પ્રતિષ્ઠિત વંદે ભારત ટ્રેનની સાથે કેટલીયે ટ્રેનોની સેવા આપે છે અને આ સ્ટેશન ઉપર વધારે ટ્રેનોને સમાયોજિત કરવાની ક્ષમતા છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા આપવામાં આવેલી એક પ્રેસ રિલિઝ મુજબ અમદાવાદ રેલવે સ્ટેશનથી આરંભ થતી / ઉપડતી કેટલીક ટ્રેનોના ટર્મિનલને ગાંધીનગર કેપિટલ અથવા સાબરમતીમાં સ્થાનાંતરિત કરવામાં આવી રહ્યું છે. ટર્મિનલમાં આ ફેરફાર સંચાલનમાં સ્થિતિસ્થાપકતા અપાવશે, અમદાવાદ સ્ટેશન ઉપર યાત્રીઓની ભીડ ઓછી કરશે, યાત્રી સેવાઓને વધારવા અને અપગ્રેડ કરવામાં મદદ કરશે અને અમદાવાદ શહેર વિસ્તારમાં મુળભૂત માળખાગત પરિયોજનાઓનો ઝડપી અમલ સક્ષમ બનાવશે.

આ ફેરફારની સાથે, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન (NHSRCL) નું કામ, જેમાં વર્તમાનનાં પાટાઓથી નજીકનાં બાંધકામનો સમાવેશ થાય છે, ઝડપી ગતિથી આગળ વધશે, જેનાથી પરિયોજનાને સુરક્ષિત અને સમયબદ્ધ રીતે પૂર્ણ થવામાં મદદ થશે.

છ જોડી ટ્રેનોના ટર્મિનલને સાબરમતી સ્થાનાંતરિત કરવામાં આવ્યું છે જ્યારે ત્રણ જોડી ટ્રેનોના ટર્મિનલને ગાંધીનગર કેપિટલ સ્થાનાંતરિત કરવામાં આવ્યું છે. તે મુજબ આ ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવશે. પ્રભાવિત ટ્રેનો અને બદલાયેલા સમયની વિગતો આ પ્રકારે છે :

1.  ટ્રેન નંબર 12957 અમદાવાદ-નવી દિલ્લી સુવર્ણ જયંતી રાજધાની એક્સપ્રેસનું ટર્મિનલ 07 એપ્રિલ, 2024 થી સાબરમતી સ્થળાંતરિત કરવામાં આવશે અને આ ટ્રેન સાબરમતી સ્ટેશનથી 19.05 કલાકે ઉપડશે.

એ પ્રમાણે, ટ્રેન નંબર 12958 નવી દિલ્લી-અમદાવાદ સુવર્ણ જયંતી રાજધાની એક્સપ્રેસ 06 એપ્રિલ, 2024 થી સાબરમતીમાં ટર્મિનેટ થશે તથા આ સાબરમતી સ્ટેશને 08.05 કલાકે પહોંચશે.

2.  ટ્રેન નંબર 19401 અમદાવાદ-લખનૌ અઠવાડિક એક્સપ્રેસનું ટર્મિનલ 01 એપ્રિલ, 2024 થી સાબરમતી સ્થળાંતરિત કરવામાં આવશે અને આ ટ્રેન સાબરમતી સ્ટેશનથી 10.05 કલાકે ઉપડશે.

એ પ્રમાણે, ટ્રેન નંબર 19402 લખનૌ-અમદાવાદ અઠવાડિક એક્સપ્રેસ 02 એપ્રિલ, 2024 થી સાબરમતીમાં ટર્મિનેટ થશે તથા 23.20 કલાકે સાબરમતી સ્ટેશને પહોંચશે.

3.  ટ્રેન નંબર 19407 અમદાવાદ-વારણસી અઠવાડિક એક્સપ્રેસનું ટર્મિનલ 28 માર્ચ, 2024 થી સાબરમતી સ્થળાંતરિત કરવામાં આવશે અને આ ટ્રેન સાબરમતી સ્ટેશનથી 22.00 કલાકે ઉપડશે.

એ પ્રમાણે, ટ્રેન નંબર 19408 વારાણસી-અમદાવાદ અઠવાડિક એક્સપ્રેસ 30 માર્ચ, 2024 થી સાબરમતીમાં ટર્મિનેટ થશે અને આ ટ્રેન 21.30 કલાકે સાબરમતી સ્ટેશને પહોંચશે.

4.  ટ્રેન નંબર 19409 અમદાવાદ-ગોરખપુર દ્વિ-અઠવાડિક એક્સપ્રેસનું ટર્મિનલ 28 માર્ચ, 2024 થી સાબરમતી સ્થળાંતરિત કરવામાં આવશે અને આ ટ્રેન સાબરમતી સ્ટેશનથી 10.05 કલાકે ઉપડશે.

એ પ્રમાણે, ટ્રેન નંબર 19410 ગોરખપુર-અમદાવાદ દ્વિ-અઠવાડિક એક્સપ્રેસ 30 માર્ચ, 2024 થી સાબરમતીમાં ટર્મિનેટ થશે અને આ ટ્રેન 10.00 કલાકે સાબરમતી સ્ટેશને પહોંચશે

આ પણ વાંચો:- WRWWO: અમદાવાદ મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિને વિવિધ કાર્યક્રમો યોજાયા

5.  ટ્રેન નંબર 20939 અમદાવાદ-સુલ્તાનપુર અઠવાડિક સુપરફાસ્ટ એક્સપ્રેસનું ટર્મિનલ 26 માર્ચ, 2024 થી સાબરમતી સ્થળાંતરિત કરવામાં આવશે અને આ ટ્રેન 08.20 સાબરમતી સ્ટેશનથી કલાકે ઉપડશે.

એ પ્રમાણે, ટ્રેન નંબર 20940 સુલ્તાનપુર-અમદાવાદ અઠવાડિક સુપરફાસ્ટ એક્સપ્રેસ 27 માર્ચ, 2024 થી સાબરમતીમાં ટર્મિનેટ થશે અને આ ટ્રેન 21.30 કલાકે સાબરમતી સ્ટેશને પહોંચશે.

6.  ટ્રેન નંબર 19415 અમદાવાદ-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા અઠવાડિક એક્સપ્રેસનું ટર્મિનલ 31 માર્ચ, 2024 થી સાબરમતી સ્થળાંતરિત કરવામાં આવશે અને આ ટ્રેન સાબરમતી સ્ટેશનથી 20.45 કલાકે ઉપડશે.

એ પ્રમાણે, ટ્રેન નંબર 19416 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-અમદાવાદ અઠવાડિક એક્સપ્રેસ 02 अप्रैल, 2024 થી સાબરમતીમાં ટર્મિનેટ થશે અને 21.30 કલાકે સાબરમતી સ્ટેશને પહોંચશે.

1.  ટ્રેન નંબર 22957 અમદાવાદ-વેરાવળ સુપરફાસ્ટ એક્સપ્રેસનું ટર્મિનલ 02 એપ્રિલ, 2024 થી ગાંધીનગર કેપટિલમાં બદલવામાં આવ્યું છે અને આ ટ્રેન ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી 21.55 કલાકે ઉપડશે. આ ટ્રેનને ચાંદલોડિયા સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે અને આ ટ્રેનના આગમન/પ્રસ્થાનનો સમય 22.18/22.20 કલાક રહેશે.

એ પ્રમાણે, ટ્રેન નંબર 22958 વેરાવળ-અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ 01 એપ્રિલ, 2024 થી ગાંધીનગર કેપિટલ ઉપર ટર્મિનેટ થશે અને 05.55 કલાકે ગાંધીનગર કેપટિલ સ્ટેશને પહોંચશે. આ ટ્રેનને ચાંદલોડિયા સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ રહેશે અને આ ટ્રેનના આગમન/પ્રસ્થાનનો સમય 05.10/05.12 કલાક રહેશે.

2.  ટ્રેન નંબર 19223 અમદાવાદ – જમ્મૂ તવી એક્સપ્રેસનું ટર્મિનલ 02 એપ્રિલ, 2024 થી ગાંધીનગર કેપટિલમાં બદલવામાં આવ્યું છે અને આ ટ્રેન ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી 11.20 કલાકે ઉપડશે. આ ટ્રેન સાબરમતી સ્ટેશન ઉપર રોકાશે નહીં.

એ પ્રમાણે, ટ્રેન નંબર 19224 જમ્મુ તવી-અમદાવાદ એક્સપ્રેસ 01 એપ્રિલ, 2024 થી ગાંધીનગર કેપિટલ ઉપર ટર્મિનેટ થશે અને 13.30 કલાકે ગાંધીનગર કેપટિલ સ્ટેશને પહોંચશે. આ ટ્રેન સાબરમતી સ્ટેશન ઉપર રોકાશે નહીં.

3.  ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસનું ટર્મિનલ 16 માર્ચ, 2024 થી ગાંધીનગર કેપટિલમાં બદલવામાં આવ્યું છે અને આ ટ્રેન ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી 10.35 કલાકે ઉપડશે. આ ટ્રેનને ચાંદલોડિયા સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ રહેશે અને આ ટ્રેનના આગમન/પ્રસ્થાનનો સમય 11.00/11.02 કલાક રહેશે. આ ટ્રેન સાબરમતી સ્ટેશન ઉપર રોકાશે નહીં.

એ પ્રમાણે, ટ્રેન નંબર 19120 વેરાવળ-અમદાવાદ એક્સપ્રેસ 15 માર્ચ, 2024 થી ગાંધીનગર કેપિટલ ઉપર ટર્મિનેટ થશે અને 16.00 કલાકે ગાંધીનગર કેપટિલ સ્ટેશને પહોંચશે. આ ટ્રેનને ચાંદલોડિયા સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ રહેશે અને આ ટ્રેનના આગમન/પ્રસ્થાનનો સમય 15.10/15.12 કલાક રહેશે. આ ટ્રેન સાબરમતી સ્ટેશન ઉપર રોકાશે નહીં.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો