Bihar Train Accident

Bihar Train Accident: બિહારમાં મોટી ટ્રેન દુર્ઘટના; 21 ડબ્બા પાટા પરથી ઉતર્યા, આટલા મુસાફરોના થયા મોત…

Bihar Train Accident: અકસ્માતમાં 4 મુુસાફરોના મોત થયા, 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત

પટના, 12 ઓક્ટોબરઃ Bihar Train Accident: બિહારના બક્સર જિલ્લામાં બુધવારે રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. દિલ્હીના આનંદ વિહાર સ્ટેશનથી ગુવાહાટીના કામાખ્યા સ્ટેશન તરફ જતી નોર્થ-ઈસ્ટ એક્સપ્રેસ રાત્રે 9.35 વાગ્યે બક્સર જિલ્લાના રઘુનાથપુર રેલવે સ્ટેશનની પાસે પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં ટ્રેનના 21 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા અને 4 લોકોના મોત થયા હતા. જ્યારે 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ટ્રેન દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા મુસાફરોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી 20 લોકોની હાલત ગંભીર છે અને તેઓને સારવાર માટે પટના એઈમ્સમાં મોકલવામાં આવ્યા છે. આ ટ્રેન દુર્ઘટનામાં મૃતકોની સંખ્યામાં હજુ વધારો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બક્સરના ડીએમ અંશુલ અગ્રવાલે જણાવ્યું કે, અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા લોકોને પટના રિફર કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના ઈજાગ્રસ્તોની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલ અકસ્માત કેવી રીતે સર્જાયો તેનું કારણ બહાર આવ્યું નથી.

ટ્રેન દુર્ઘટના બાદ બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ આ મામલા પર સતત નજર રાખી રહ્યા છે. તેજસ્વી યાદવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે બિહાર એસડીઆરએફની ટીમ સક્રિય રીતે રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. હોસ્પિટલ એલર્ટ મોડ પર છે.

આ પણ વાંચો…. Amrit Kalash Yatra: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદના બોપલમાં યોજાઈ “અમૃત કળશ યાત્રા”

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો