Banner Puja Patel

Thai jashe: માતા પિતા અને દોસ્તો દ્વારા એક જ વાત સાંભળવા મળે છે, “ચિંતા ન કરીશ; થઈ જશે

થઈ જશે!( Thai jashe)

Thai jashe: જ્યારે પણ કોઈ વ્યક્તિ ટેન્શન લેતું હોય કે હા મારાથી આ કામ નથી થતું, હું એટલી બધી મહેનત કરું છું એનું પરિણામ મને મળતું નથી તો તેને તેનાં માતાપિતા અને દોસ્તો દ્વારા એક જ વાત સાંભળવા મળે છે, “ચિંતા ન કરીશ; થઈ જશે;” “થઈ જશે!” ચાર અક્ષરના આ બે શબ્દો ઘણી બધી આશા આપતાં હોય છે.

અલબત આ બે શબ્દ પર તો ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરનાર મલ્હાર ઠાકરની પણ એક ફિલ્મ છે, જેનું નામ જ છે “થઈ જશે!” જેમાં પ્રણવ નામનો છોકરો એક સપનું જોવે છે અને તે સપનું સાકાર કરવા માટે નખશિખ પ્રયાસ કરે છે, તે દરમિયાન એક સમય એવો પણ આવે છે કે તે હિંમત હારી જતો હોય છે ત્યારે તેને તેનાં પરિવારનાં સભ્યો દ્વારા એક જ વાત સાંભળવા મળે છે, “થઈ જશે!”

Girls clothes: છોકરીઓએ કેવો પહેરવેશ અપનાવવો જોઇએ તે વિશે હું અહીં કહેવા માગું છું!: પૂજા પટેલ

“થઈ જશે!” (Thai jashe) આ બે એવાં શબ્દો છે કે જે આપણને નવી શરૂઆત કરવા માટે ( ચાહે તે પૂર્ણવિરામ પછીની હોય અથવા તો અલ્પવિરામ પછીની હોય) પ્રોત્સાહિત કરે છે. મનમાં ઉત્સાહ, શાંત મગજ કંઈ પણ કરી શકે છે. હિંમત હારી જનાર માટે આ બે શબ્દો નવી આશા આપે છે. જે તેનાં મગજમાં નકારાત્મકતા આવી ગઈ હોય છે તેને સકારાત્મક બનાવે છે.

જેથી તે વ્યક્તિનો ખોવાયેલો જુસ્સો પરત આવે! પ્રેરણા, પ્રોત્સાહન, ઉત્સાહ, ધગશ પછી પણ જરૂરી હોય છે “હાર ન માનવી!”. જો હાર માની લીધી તો સપનું સપનું જ રહી જશે પણ હાર જ ન માનીએ અને જીદ કરીએ કે આ લક્ષ્ય તો મારે પામીને જ રહેવું છે, તો તે નકકી થશે જ જો મનમાં એક વાર આ વાત આવી હશે, “થઈ જશે!”

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *