Bomb Threat in Bengaluru: બેંગલુરુમાં 44 સ્કૂલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાંચો વિગતે…

Bomb Threat in Bengaluru: ધમકી મળ્યા બાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ભયનો માહોલ સર્જાયો

બેંગલુુરુ, 01 ડિસેમ્બરઃ Bomb Threat in Bengaluru: કર્ણાટકની રાજધાની બેંગલુરુથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હકીકતમાં, અહીંની 44 શાળાઓને બોમ્બની ધમકી મળી છે. ધમકી મળ્યા બાદ આ શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે પત્રકારોને જણાવ્યું કે, હું ટીવી જોઈ રહ્યો હતો. મારા ઘરની સામે આવેલી શાળાને પણ ધમકીભર્યા ઈ-મેલ મળ્યા છે. હું અહીં તપાસ કરવા આવ્યો છું. ઘટનાની માહિતી મળતાની સાથે જ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને તમામ શાળાઓમાં મોકલવામાં આવી હતી જ્યાં બોમ્બની ધમકી મળી હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે જે શાળાઓને ધમકીઓ મળી છે તેમાં વ્હાઇટ ફિલ્ડ, કોરમંગલા, બસવેશનગર, યાલહંકા અને સદાશિવનગરની શાળાઓ પણ સામેલ છે. હાલ મામલાની ગંભીરતા સમજીને પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

આ પણ વાંચો… World AIDS Day: રાજકોટ ડિવિઝનલ રેલવે હોસ્પિટલ દ્વારા “વિશ્વ એઇડ્સ દિવસ” નિમિત્તે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો