serum institute fire 1611221732

Breaking News: કોરોના વેક્સિન બનાવનારી પુણેની સીરમ ઈન્સ્ટિટ્યુટ ખાતે આગ લાગી,આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન ચાલુ- જુઓ વીડિયો

serum institute fire 1611221732

પુણે, 21 જાન્યુઆરીઃ કોરોના સામે લોકોને રક્ષણ આપનારી વેક્સિન બનાવનારી કંપની ખાતે આગ લાગવાની ઘટના બની છે. જી, હાં પુણે ખાતે આવેલી સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (SII)માં આગ લાગવાની ઘટના સામે આવી છે. પુણે સ્થિત સીરમના ટર્મિનલ ગેટ 1 પર આગ લાગી છે. આગની માહિતી પ્રાપ્ત થતા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયામાં જ કોરોના વેક્સિન કોવિશીલ્ડ બની રહી છે, જેની આપૂર્તિ ભારત સહિત ઘણા દેશોમાં કરવામાં આવી રહી છે.

ન્યૂઝ એજન્સી દ્વારા જાણવા મળ્યું છે કે પુણેના મંજરીમાં સ્થિત સીરમના નવા પ્લાન્ટમાં આગ લાગી છે. 300 કરોડના ખર્ચથી બનેલા આ પ્લાન્ટમાં કોરોના વેક્સિન કોવિશીલ્ડનું મોટા પાયે પ્રોડક્શન કરવાની યોજના છે. પાછલા વર્ષે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. હાલ આ પ્લાન્ટમાં વેક્સિન ઉત્પાદનનું કામ શરૂ થયું નથી.

Whatsapp Join Banner Guj

નોંધનીય છે કે, સ્થળ પર ફાયરની સાત-આઠ ગાડીઓ પહોંચી ગઈ છે. આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. આગ લાગવાને કારણે ટર્મિનલમાં કેટલા લોકો ફસાયા છે, તેની જાણકારી સામે આવી નથી. દૂરથી ધુમાડાના ગોટે-ગોટા જોવા મળી રહ્યાં છે.

GEL ADVT Banner

આ પણ વાંચો…

વેક્સિનને લઇને મોટા સમાચારઃ બીજા તબક્કામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યોના મુખ્ય પ્રધાનોને પણ લેશે રસી