Cable Television Network Rules: કેન્દ્ર સરકારે આજે 1994ના કેબલ ટેલિવિઝન નેટવર્ક નિયમોને સુધારતું જાહેર કર્યું એક જાહેરનામું

નવી દિલ્હી, 18 જૂનઃ કેન્દ્ર સરકારે આજે 1994ના કેબલ ટેલિવિઝન નેટવર્ક નિયમો(Cable Television Network Rules)ને સુધારતું એક જાહેરનામું જારી કર્યું હતું, એ પ્રમાણે કેબલ ટેલિવિઝન નેટવર્ક એક્ટ, 1995ની જોગવાઇઓને સુસંગત ટેલિવિઝન ચેનલો દ્વારા પ્રસારિત સામગ્રી સંબંધિત નાગરિકોના તકરારના મુદ્દા/ફરિયાદોના નિવારણ માટે એક કાનૂની યંત્રણા પૂરી પાડવામાં આવી છે.

અત્યારે, આ નિયમો હેઠળ, પ્રોગ્રામ/જાહેરાત(Cable Television Network Rules) સંહિતાઓના ભંગ સંબંધી નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે આંતર મંત્રાલય સમિતિના ઉપાય તરીકે એક સંસ્થાકીય યંત્રણા છે. એવી જ રીતે, વિવિધ પ્રસારણકર્તાઓએ પણ એમની આંતરિક સ્વ-નિયમનકારી યંત્રણા ફરિયાદોના નિવારણ માટે વિક્સાવી છે. તેમ છતાં, ફરિયાદ નિવારણ માળખાને મજબૂત કરવા માટે એક કાનૂની યંત્રણા ઘડી કાઢવાની જરૂરિયાત વર્તાતી હતી. કેટલાંક પ્રસારણકર્તાઓએ પણ એમના એસોસિએશનો/સંસ્થાઓને કાનૂની માન્યતા આપવા માટે વિનંતી કરી હતી.

Whatsapp Join Banner Guj

માનનીય સર્વોચ્ચ અદાલતે ‘સમાન હેતુ વિ. ભારત સંઘ અને અન્યો’ની બાબતની ડબલ્યુપી(સી) નંબર 387/2000ના એના આદેશમાં કેન્દ્ર સરકાર દ્વારા ફરિયાદ નિવારણ માટે સ્થપાયેલી હાલની યંત્રણા અંગે સંતોષ વ્યક્ત કરીને ફરિયાદ નિવારણ યંત્રણાને વિધિવત કરવા માટે યોગ્ય નિયમો ઘડી કાઢવા સલાહ આપી હતી. 

ઉપર્યુક્ત પશ્ચાદભૂમાં, આ કાયદેસરની યંત્રણા પૂરી પાડવા માટે કેબલ ટેલિવિઝન નેટવર્ક નિયમો(Cable Television Network Rules) સુધારવામાં આવ્યા છે, જે પારદર્શી અને નાગરિકોને લાભકર્તા હશે. સાથે સાથે, પ્રસારણકર્તાઓની સ્વ-નિયમનકારી સંસ્થાઓની કેન્દ્ર સરકારમાં નોંધણી થશે.

અત્યારે, માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા મંજૂરી અપાયેલી હોય એવી 900થી વધુ ટેલિવિઝન ચેનલ્સ છે, એ તમામે કેબલ ટેલિવિઝન નેટવર્ક નિયમો(Cable Television Network Rules) હેઠળ ઠરાવાયેલ પ્રોગ્રામ અને એડવર્ટાઇઝિંગ સંહિતાનું પાલન કરવાનું જરૂરી છે. ઉપર્યુક્ત જાહેરનામું મહત્વપૂર્ણ છે કેમ કે તે પ્રસારણકર્તાઓ અને એમની સ્વ-નિયમનકારી સંસ્થાઓ પર ઉત્તરદાયિત્વ અને જવાબદારી નાખીને ફરિયાદોના નિવારણ માટે મજબૂત સંસ્થાકીય પ્રણાલિનો માર્ગ મોકળો કરે છે.

આ પણ વાંચો…

સાયબર ફ્રોડ(Cyber fraud)ને કારણે આર્થિક નુકસાન અટકાવવા, કેન્દ્રીય ગૃહમંત્રાલયે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર- આ રીતે કરી શકશો રિપોર્ટ