Central Govt Decision On Onion: ટામેટા પછી ડુંગળીના ભાવ નહીં રડાવે; સરકારે લીધો મહત્વનો નિર્ણય…

Central Govt Decision On Onion: સરકારના નિર્ણયથી ડુંગળીના ભાવમાં સંભવિત વધારા પર રોક લાગી શકે છે

નવી દિલ્હી, 22 ઓગસ્ટઃ Central Govt Decision On Onion: ડુંગળી પર નિકાસ ડ્યૂટી લાદવાના વિરોધમાં એશિયાના સૌથી મોટા જથ્થાબંધ ડુંગળીના માર્કેટ, મહારાષ્ટ્રના નાસિકમાં વેપારીઓ દ્વારા કામકાજ બંધ કરી દેવામાં આવ્યું છે. તે દરમિયાન કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયથી ડુંગળીના ભાવમાં સંભવિત વધારા પર રોક લાગી શકે છે.

એટલે કે, ટામેટા બાદ હવે ડુંગળી મોંઘી નહીં થાય. સરકાર આજે મોટા જથ્થાબંધ બજારોમાંથી બે લાખ ટનથી વધુ ડુંગળીની ખરીદી શરૂ કરશે. સરકારના આ પગલાથી સામાન્ય માણસને તો ફાયદો થશે જ. ખેડૂતો માટે પણ ફાયદાકારક સાબિત થશે.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલે કહ્યું કે, આપણે બધા જાણીએ છીએ કે છેલ્લા કેટલાક દિવસોમાં ભારત સરકારના આદેશ પર નાફેડ અને એનસીસીએફએ નાશિક, લાસલગાંવ, અહમદનગર અને સમગ્ર વિસ્તારમાંથી 3 લાખ ટન ડુંગળીની ખરીદી કરી છે. આ સાથે, ડુંગળી પર 40% નિકાસ ડ્યુટી લાદવામાં આવી છે, જેથી ભારતમાં ડુંગળીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ થાય.

પિયૂષ ગોયલે કહ્યું કે, આજથી નાફેડ અને NCCF નાસિક, પિંપલગાંવ, લાસલગાંવ, અહેમદનગર અને સમગ્ર પ્રદેશમાંથી 2 લાખ ટનથી વધુ ડુંગળીની ખરીદી શરૂ કરવામાં આવશે. જરૂર પડશે તો ભવિષ્યમાં વધુ ખરીદી કરશે.

તેમના જણાવ્યા મુજબ, NAFED અને NCCF મધ્ય પ્રદેશ, ગુજરાત અને અન્ય વિસ્તારોમાં જ્યાં ડુંગળી ઉગાડવામાં આવે છે ત્યાંથી ડુંગળી ખરીદવામાં આવશે. જેથી ખેડૂતોને તેમના ઉત્પાદનની યોગ્ય કિંમત મળી શકે. તેમણે જણાવ્યું કે, આજે ખરીદીની કિંમત 2,410 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે. કોઈ ખેડૂતે ચિંતા કરવાની જરૂર નથી

આ પણ વાંચો… Rakshabandhan 2023: રક્ષાબંધન 30મી એ કે 31મીએ? જાણો રાખડી બાંધવાનો સાચો સમય…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો