Raksha bandhan

Rakshabandhan 2023: રક્ષાબંધન 30મી એ કે 31મીએ? જાણો રાખડી બાંધવાનો સાચો સમય…

Rakshabandhan 2023: શક્તિપીઠ અંબાજી, ડાકોરમાં 31 ઓગસ્ટના જ શ્રાવણ પૂર્ણિમા ઉજવાશે

ધર્મ ડેસ્ક, 22 ઓગસ્ટઃ Rakshabandhan 2023: શ્રાવણ સુદ પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. જોકે, આ વખતે રક્ષાબંધનના તહેવારની ઉજવણી ૩૦ ઓગસ્ટે કરવી કે ૩૧ ઓગસ્ટના તેને લઇને મતમતાંતર સર્જાયા છે.

કેટલાક જ્યોતિષીઓના મતે 30 ઓગસ્ટના રાત્રે 9:05થી રાત્રે 10:55ના રાખડી બાંધવા માટે જ મુહૂર્ત છે. બીજી તરફ કેટલાક જ્યોતિષીઓનું માનવું છે કે, ધાર્મિક રીતે 31 ઓગસ્ટ-ગુરુવારના આખો દિવસ રક્ષાબંધન કરી શકાશે અને સમગ્ર દિવસ શુદ્ધ છે. શક્તિપીઠ અંબાજી, ડાકોરમાં 31 ઓગસ્ટના જ શ્રાવણ પૂર્ણિમા ઉજવાશે.

આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા ખાતે આવેલા પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર ખાતે કાળિયા ઠાકોરને જનોઇ 30 ઓગસ્ટના બપોરે ૧૨ બાદ બદલવામાં આવશે જ્યારે ત્યાં પૂનમ 31 ઓગસ્ટ છે. આવી જ રીતે ડાકોરના રણછોડરાયજી મંદિરમાં પણ 31 ઓગસ્ટના જ શ્રાવણી પૂર્ણિમા ઉજવાશે.

રક્ષાબંધન એટલે ભાઇ-બહેનના પ્રેમનો તહેવાર. પરંતુ બહેને ભાઇને રાખડી ક્યારે બાંધવી તેને લઇને જ્યોતિષીઓમાં મતમતાંતર છે. કેટલાક જ્યોતિષીઓનું એમ પણ માનવું છે કે આ વખતે 30-31 ઓગસ્ટ એમ બે દિવસ રક્ષાબંધન ઉજવી શકાશે.

જોકે, બે દિવસ રક્ષાબંધન ઉજવવા અંગે ઇન્કાર કરતાં જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે, ‘આ વર્ષે ગુજરાતમાં રક્ષાબંધન બે દિવસ નહીં એક જ દિવસ ઉજવાશે. આ વર્ષે શ્રાવણ મહિનાની પૂણમા તિથિ 30 ઓગસ્ટની સવારે 10:58થી 31 ઓગસ્ટની સવારે 7:58 સુધી રહેવાની છે.

આમ, રક્ષાબંધનનો શુભ સમય 30 ઓગસ્ટની સવારે 10:58થી 31 ઓગસ્ટની સવારે 7:58 સુધીનો રહેશે એવું પહેલી નજરે માનવામાં આવે છે. પરંતુ ભદ્રા વિષ્ટિ કરણ દોષ 30 ઓગસ્ટના રોજ સવારે 10:58ના શરુ થશે અને તે જ દિવસે રાત્રે 9:01 વાગ્યે સમાપ્ત થશે. એટલે કે બહેનો રાત્રે 9:01 વાગ્યાથી બીજે દિવસે સવારે 7:05 વાગ્યા સુધી રાખડી બાંધી શકશે તેવું જણાવવામાં આવે છે પરંતુ તે પણ અધૂરું અને ભૂલ ભરેલું છે.

ધામક રીતે 31 ઓગસ્ટ ગુરુવાર ના રોજ આખો દિવસ રક્ષાબંધન કરી શકાશે અને દિવસ ચોખ્ખો અને શુદ્ધ છે તેના મુખ્ય કારણો એવા છે કે સવારે સૂર્યોદય સમયે 6:22 મિનિટે પૂણમા તિથિ છે, જેથી આખો દિવસ રાખડી બાંધી શકાશે.

ગુજરાતના પ્રસિદ્ધ મંદિરો અંબાજી, ખેડબ્રહ્મા ડાકોરમાં પણ શ્રાવણની પૂણમા રક્ષાબંધન 31 ઓગસ્ટે જ ઉજવામાં આવશે. જેના કારણે કોઈપણ શંકા રાખ્યા વિના બહેન પોતાના ભાઈને 31 ઓગસ્ટ ગુરુવારના રોજ આખો દિવસ રાખડી બાંધી શકશે. જો પૂણમા તિથિ એ રક્ષા બંધન કરવું હોય તો આજ દિવસે કરી શકાય અને આ સંપૂર્ણ દિવસ ભદ્રા વિષ્ટિ કરણ નો કોઈ જ અશુભ દોષ નથી. ‘

આ પણ વાંચો…. Sunny Deol Statement: 2024માં લોકસભાની ચૂંટણી લડશે સની દેઓલે? પોતે આપ્યો આ જવાબ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો