186949 parlimentweb

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ(Central Vista project) પર રોક લગાવવાનો હાઇકોર્ટે કર્યો ઈનકાર, અરજદારને જ ફરમાવી દીધો આટલા લાખ રૂપિયાનો દંડ, વાંચો શું છે મામલો

નવી દિલ્લી, 31 મેઃ દિલ્હી ખાતે ચાલી રહેલા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ(Central Vista project)ના નિર્માણ કાર્ય પર પ્રતિબંધ મુકવાનો હાઇકોર્ટે ઇન્કાર કરી દીધો છે. એટલુ જ નહીં પણ દિલ્હી હાઈકોર્ટે અરજીકર્તાને 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. સાથે જ કોર્ટે અરજીકર્તાના ઉદ્દેશ્યો સામે સવાલ કર્યા હતા અને આ પ્રોજેક્ટ બળજબરીપૂર્વક અટકાવવા અરજી કરાઈ હોવાનું જણાવ્યું હતું.

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે, અરજીમાં કહેવાયું હતું કે પ્રોજેક્ટ(Central Vista project) એક જરૂરી કાર્ય નથી અને તેને થોડા સમય માટે રોકી શકાય તેમ છે. કોરોના દરમિયાન કોઈ પણ આવા પ્રોજેક્ટને આગળ વધારવાની મંજૂરી ન મળવી જોઈએ. કારણ કે પ્રોજેક્ટના સ્થળે 500થી વધારે મજૂરો કામ કરી રહ્યા છે જેથી ત્યાં કોરોના સંક્રમણ ફેલાવાનું જોખમ છે. 

ADVT Dental Titanium

આ પણ વાંચો….

ગુજરાતની સાત યુનિવર્સિટીઓ ‘center of excellence’ના માધ્યમથી વિશ્વના શૈક્ષણિક જગતમાં પોતાનું આગવું સ્થાન પ્રસ્થાપિત કરશેઃ CM રુપાણી