Chakka jam

કિસાન આંદોલનઃ ખેડૂતોઓએ આજે બપોરે 12થી 3 વાગ્યા સુધી દેશવ્યાપી ચક્કાજામ(Chakka jam)નું કર્યું એલાન, બોર્ડર પર કડક સુરક્ષા

ચક્કાજામ(Chakka jam)નો કાર્યક્રમ શાંતિપૂર્ણ અને અહિંસક રહેશે, સાથે જ ત્રણ વાગ્યે એક મિનિટ સુધી હોર્ન વગાડીને ખેડૂતોની એકતાનો સંદેશ આપવા માટે પણ અપીલ

Chakka jam

નવી દિલ્હી, 06 ફેબ્રુઆરીઃ છેલ્લા કેટલાય દિવસોથી સરકારે લાગુ કરેલા કૃષિ કાયદાને પાછા ખેંચવાને લઇને ખેડૂતો  વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. ખેડૂતોએ આજે દેશવ્યાપી ચક્કાજામ(Chakka jam)નું એલાન કર્યુ છે. જેના ભાગરુપે દેશભરમાં રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગ ઉપર બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી ચક્કાજામ કરવામાં આવશે. જો કે ચક્કા જામ દરમિયાન ઇમરજન્સી સેવા જેવી કે એમ્બ્યુલન્સ, શાળા અને સ્કૂલ બસ જેવા વાહનોને રોકવામાં આવશે નહીં.

હરિયાણા પોલીસ દ્વારા આ ચક્કાજામ પહેલા સુરક્ષા વ્યવસ્થામાં વધારો કર્યો છે. તો આ તરફ દિલ્હી પોલીસનું પણ કહેવું છે કે ચક્કાજામને લઇને કોઇ ખેડૂત નેતાઓએ તેમનો સંપર્ક નથી કર્યો. સંયુક્ત કિસાન મોરચાના જણાવ્યા પ્રમાણે દેશમાં આ ચક્કાજામનો કાર્યક્રમ શાંતિપૂર્ણ અને અહિંસક રહેશે. સાથે જ ત્રણ વાગ્યે એક મિનિટ સુધી હોર્ન વગાડીને ખેડૂતોની એકતાનો સંદેશ આપવા માટે પણ અપીલ કરવામાં આવી છે.

Whatsapp Join Banner Guj

આંદોલનકારી ખેડૂતોએ જાહેર કરેલા નિયમમાં કહ્યું છે કે, નેશનલ હાઇવે પર ઓછામાં ઓછા એક હજારથી વધુ ખેડૂતો હાજર રહે.. તેઓ માત્ર ઝંડા.. બેનર લઇને જ પ્રદર્શન સ્થળે પહોંચે આ દરમિયાન કોઇ પણ ખેડૂત પોલીસ કે સ્થાનિક તંત્રની સાથે ગેરવર્તણૂંક કે એવો વ્યવહાર ન કરે જેના કારણે ખેડૂતોની છબી ખરડાઇ ખેડૂત સંગઠનોએ આ આંદોલનને સફળ બનાવવા માટે દરેક રાજ્યમાં કમિટી બનાવી છે સ્થાનિક ખેડૂત યુનિયનો દ્વારા પણ ખેડૂતોને ફોન અને મેસેજ કરીને પોતાના જિલ્લાના નિર્ધારીત નેશનલ કે સ્ટેટ હાઇવે પર જામ માટે મોટી સંખ્યામાં પહોંચવા જણાવાયું છે.

નોંધનીય છે કે, દિલ્હી પોલીસે પણ કિસાન આંદોલન હેઠળ કરવામાં આવતા ચક્કાજામ માટે આગવી તૈયારી કરી છે. જેમાં તેઓ આશરે 50,000 પોલીસ તહેનાત કરવામાં આવી છે. તે સાથે જ ડ્રોન કેમેરા દ્વારા દેકરેખ રાખવામાં આવશે.

આ પણ વાંચો…

Gujarat Election: છ મહાનગર પાલિકાની ચૂંટણીના ઉમેદવારી માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ, જાણો ક્યા કેટલા ફોર્મ ભરાયા?