election edited

Gujarat Election: છ મહાનગર પાલિકાની ચૂંટણીના ઉમેદવારી માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ, જાણો ક્યા કેટલા ફોર્મ ભરાયા?

Gujarat Election:અમદાવાદ, રાજકોટ, ભાવનગર,જામનગર, વડોદરા અને સુરત સહિતની આ છ મહાનગર પાલિકામાં અત્યાર સુધી કુલ 919 ફોર્મ ભરાયા

election edited

ગાંધીનગર, 06 ફેબ્રુઆરીઃ ગુજરાત રાજ્યની છ મહાનગર પાલિકાઓની ચૂંટણી(Gujarat Election) ને લઈને ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે.આજે બપોરે ત્રણ વાગ્યા સુધી જ ઉમેદવારી ફોર્મ સ્વીકારી શકાશે.અમદાવાદ, રાજકોટ, ભાવનગર,જામનગર, વડોદરા અને સુરત સહિતની આ છ મહાનગર પાલિકામાં અત્યાર સુધી કુલ 919 ફોર્મ ભરાયા છે.

Whatsapp Join Banner Guj

અમદાવાદમાં 303, ભાવનગરમાં 143 અને જામનગરમાં 87 ફોર્મ ભરાયા છે.જ્યારે રાજકોટમાં 189, સુરતમાં 131 અને વડોદરામાં 66 ફોર્મ ભરાયા છે. છ મહા નગરપાલિકાઓ  માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23મી ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે.

આ પણ વાંચો…

Shubh muharat:આ મહિનામાં પ્રોપર્ટીમાં રોકાણ માટે કે વાહન ખરીદવાનું વિચારી રહ્યાં છો તો જાણો આ છે શુભ મુહૂર્ત