Chardham Yatra 2024

Chardham Yatra 2024: ઉત્તરાખંડની ચારધામ યાત્રા 10 મેથી થશે શરૂ, આ તારીખે ખુલશે કેદારનાથ ધામના કપાટ- વાંચો વિગત

Chardham Yatra 2024: આજે મહાશિવરાત્રિના દિવસે બાબા કેદારનાથના દ્વાર ખોલવાની તારીખની જાહેરાત થઇ છે

નવી દિલ્હી, 08 માર્ચઃ Chardham Yatra 2024: ઉત્તરાખંડની ચારધામ યાત્રા આ વર્ષે 10 મેથી શરૂ થવા જઈ રહી છે. આજે મહાશિવરાત્રિના દિવસે બાબા કેદારનાથના દ્વાર ખોલવાની તારીખની જાહેરાત બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે કેદારનાથની સાથે સાથે ગંગોત્રી અને યમુનોત્રીના દરવાજા પણ પહેલા જ દિવસે ખુલશે. આ વખતે કેદારનાથ ધામના દરવાજા 10 મેના રોજ સવારે 7 વાગ્યાથી ભક્તો માટે ખુલશે.

ક્યારે ખુલશે યમનોત્રી ગંગોત્રીના દરવાજા

ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખોલવાનો શુભ સમય એપ્રિલમાં જાહેર કરવામાં આવશે, પરંતુ દરવાજા 10 મેના રોજ જ ખુલશે. ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા અક્ષય તૃતીયા પર જ ખુલે છે અને આ વખતે અક્ષય તૃતીયા 10મી મેના રોજ આવી રહી છે.

આ પણ વાંચોઃ Fire AAP Corporators bungalow: સુરતના મોટા વરાછામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરના બંગલામાં લાગી આગ, 17 વર્ષીય દિકરાનું મોત નીપજ્યુ

બદ્રીનાથ ધામના દ્વારઆ તારીખે ખુલશે

બદ્રીનાથ ધામના દરવાજા 12 મેના રોજ સવારે 6 વાગ્યે બ્રહ્મમુહૂર્તમાં ખુલશે. દર વર્ષે વંસત પંચમીના દિવસે બદ્રીનાથના દ્વાર ખોલવાની તારીખ જાહેર કરવામાં આવે છે. તમામ દરવાજા ખોલવાની તારીખોની જાહેરાત બાદ લોકો હવે યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથના દર્શન કરવા માટે ઉત્તરાખંડ આવવા માટે પ્રવાસની યોજના બનાવવામાં વ્યસ્ત થઈ જશે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો