train 9

Ahmedabad-Veraval Train: બે જોડી ટ્રેનોના ટર્મિનલ સ્ટેશનમાં થયું પરિવર્તન, જાણો વિસ્તારે…

રાજકોટ, 08 માર્ચઃ Ahmedabad-Veraval Train: પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્ટેશનનું કાયાકલ્પ થઈ રહ્યું છે અને તેનું વિશ્વ સ્તરના સ્ટેશન તરીકે પુનઃવિકાસિત કરવામાં આવશે. આના લીધે રાજકોટ મંડલથી થઈને જવાવાળી બે જોડી ટ્રેનોના ટર્મિનલને અમદાવાદ સ્ટેશનની જગ્યા ગાંધીનગર કેપિટલ સ્ટેશનમાં શિફ્ટ કરવામાં આવ્યું છે. તદનુસાર, આ ટ્રેનોના સમયે પણ સંશોધિત કરવામાં આવશે. પ્રભાવિત થતી ટ્રેનોના બદલાયેલા સમયનો વિવરણ નીચે મુજબ છે:

અમદાવાદ થી ગાંધીનગર કેપિટલ શિફ્ટ કરેલ ટ્રેનોઃ

1) ટ્રેન નંબર 22957 અમદાવાદ-વેરાવલ સુપરફાસ્ટ એક્સપ્રેસનું ટર્મિનલ હવે ગાંધીનગર કેપિટલ થઈ જશે અને આ ટ્રેન 02 એપ્રિલથી ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી 21.55 વાગ્યે પ્રસ્થાન કરશે. આ ટ્રેનને ચાંદલોડિયા સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે અને તેનું ચાંદલોડિયા સ્ટેશન પર આગમન/પ્રસ્થાન સમય 22.18/22.20 વાગ્યે હશે.

આ પણ વાંચો… Chardham Yatra 2024: ઉત્તરાખંડની ચારધામ યાત્રા 10 મેથી થશે શરૂ, આ તારીખે ખુલશે કેદારનાથ ધામના કપાટ- વાંચો વિગત

આજ રીતે, ટ્રેન નંબર 22958 વેરાવલ-અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ 01 એપ્રિલથી ગાંધીનગર કેપિટલ સ્ટેશન સુધી જશે અને ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર 05.55 વાગ્યે આવશે. આ ટ્રેનને ચાંદલોડિયા સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે અને તેનું ચાંદલોડિયા સ્ટેશન પર આગમન/પ્રસ્થાન સમય 05.10/05.12 વાગ્યે હશે.

2) ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવલ એક્સપ્રેસ નું ટર્મિનલ હવે 16 માર્ચથી ગાંધીનગર કેપિટલમાં થઈ જશે અને આ ટ્રેન ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી 10.35 વાગ્યે પ્રસ્થાન કરશે. આ ટ્રેનને ચાંદલોડિયા સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે અને તેનું ચાંદલોડિયા સ્ટેશન પર આગમન/પ્રસ્થાન સમય 11.00/11.02 વાગ્યે હશે. આ ટ્રેન સાબરમતી સ્ટેશન પર ઊભી નહીં રહે.

આજ રીતે, ટ્રેન નંબર 19120 વેરાવલ-અમદાવાદ એક્સપ્રેસ 15 માર્ચથી ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર ટર્મિનેટ થશે. આ ટ્રેનને ચાંદલોડિયા સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે અને તેનું ચાંદલોડિયા સ્ટેશન પર આગમન/પ્રસ્થાન સમય 15.10/15.12 વાગ્યે હશે. આ ટ્રેન સાબરમતી સ્ટેશન પર ઊભી નહીં રહે.

તેની સાથે જ મુસાફરોને ટ્રેન નંબર 09521 રાજકોટ-વેરાવલ લોકલ માં 14 માર્ચથી અને ટ્રેન નંબર 09522 વેરાવલ-રાજકોટ લોકલ માં 15 માર્ચથી એક એસી ચેયરકારની સુવિધા પણ મળશે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો