CRPF

Chhattisgarh CRPF firing: સુકમામાં CRPF જવાને પોતાના જ સાથીઓ પર ફાયરિંગ કર્યું, 4ના મોત

Chhattisgarh CRPF firing:  ગોળી ચલાવનારા સીઆરપીએફ જવાન રિતેશ રંજનને અટકાયતમાં લેવાયો છે

સુકમા, ૦૮ નવેમ્બર: Chhattisgarh CRPF firing: છત્તીસગઢના સુકમાથી મોટા સમાચાર આવ્યા છે. આ નક્સલી વિસ્તારમાં તૈનાત એક સીઆરપીએફ જવાને પોતાના જ સાથીઓ પર ફાયરિંગ કર્યું. આ ઘટનામાં અત્યાર સુધીમાં 4 જવાનોના મોત થયા છે. જ્યારે 3 જવાન ઘાયલ થયા છે. ગોળી ચલાવનારા સીઆરપીએફ જવાન રિતેશ રંજનને અટકાયતમાં લેવાયો છે અને અધિકારીઓ તેની પૂછપરછ કરી રહ્યા છે. 

ઘટના રાતે લગભગ 3.25 વાગ્યાની છે અને સુકમા જિલ્લાના મરઈગુડાના લિંગનપલ્લીમાં સીઆરપીએફની 50મી બટાલિયન  કેમ્પમાં જવાને સાથી જવાનો પર જ ફાયરિંગ કરી નાખ્યું. ફાયરિંગ કરનારા જવાનનું નામ રિતેશ રંજન હોવાનું કહેવાય છે. જે રાતે ડ્યૂટી પર તૈનાત હતો. જો કે હજુ પણ અચાનક તેણે આ રીતે પોતાના જ સાથી જવાનો પર ફાયરિંગ કેમ કર્યું તેનું કારણ સામે આવ્યું નથી. 

આ પણ વાંચો: CM meet Governor: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ ની આજે રાજભવન ખાતે નૂતન વર્ષ શુભેચ્છા મુલાકાત લીધી હતી

ઘાયલો ને ચિકિત્સા માટે નજદીક ના અસ્પતાલ માં ભરતી કરવામાં આવ્યો છે. જો કે હજુ પણ અચાનક તેણે આ રીતે પોતાના જ સાથી જવાનો પર ફાયરિંગ કેમ કર્યું તેનું કારણ સામે આવ્યું નથી. ફાયરિંગમાં મૃત્યુ પામેલા જવાનોમાં ધનજી, રાજીવ મંડલ રાજમણી કુમાર યાદવના નામ સામેલ છે.

Whatsapp Join Banner Guj