jpg edited

chhattisgarh naxals attack: કેન્દ્રીય ગૃહમંત્રીએ યોજી ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક, અમિત શાહે કહ્યું- જવાનોએ લોહી વહાવ્યુ છે તેમનું બલિદાન વ્યર્થ નહીં જાય

chhattisgarh naxals attack

નવી દિલ્હી, 05 એપ્રિલઃ છત્તીસગઢના બીજાપુર અને સુકમા જિલ્લાની સરહદો વચ્ચે એક જંગલમાં નક્સલીઓની(chhattisgarh naxals attack) સાથે શનિવારે થયેલી અથડામણમાં 22 જવાન શહીદ થયા હતા. જવાનો શહીદ થયા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ સાથે રવિવારે વાત કરી અને સ્થિતિની માહિતી મેળવી હતી. શાહે કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના ડાયરેક્ટર જનરલ કુલદીપ સિંહને સ્થિતિનું નિરીક્ષણ કરવા છત્તીસગઢ જવાનું કહ્યું હતું.

શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપતા રવિવારે શાહે કહ્યુ હતુ કે, આપણા જવાન શહીદ થયા છે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી આંકડાનો સવાલ છે હું તેના વિશે હાલ કંઈ કહેવા ઈચ્છતો નથી કારણ કે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ગૃહમંત્રીએ કહ્યુ કે, જે જવાનોએ પોતાનું લોહી વહાવ્યુ છે તેમનું બલિદાન વ્યર્થ જશે નહીં. તેમણે કહ્યું કે, હું આ ઘટનાને કારણે મારો અસમનો પ્રવાસ છોડી દિલ્હી પરત ફરી રહ્યો છું. 

ADVT Dental Titanium

અમિત શાહના આવાસ પર યોજાયેલી બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, આઈબી ડાયરેક્ટર અરવિંદ કુમાર અને વરિષ્ઠ સીઆરપીએફ અધિકારી હાજર રહ્યા. તો સીઆરપીએફના ડીજી કુલદીપ સિંહે કહ્યુ કે, ઓપરેશનમાં કોઈ પ્રકારની ગુપ્ત નિષ્ફળતા નથી. જો એમ હોત તો અમારા જવાન ઓપરેશન માટે સ્થળ પર ન જાય. જો ઓપરેશન નિષ્ફળ હોય તો નક્સલીઓ પણ ઢેર ન થયા હોત. નક્સલીઓએ પોતાના સાથીઓના મૃતદેહ લઈ જવા માટે ત્રણ ટ્રેક્ટરોનો ઉપયોગ કર્યો. પરંતુ કુલદીપ સિંહે તે નથી જણાવ્યું કે, આ ઓપરેશનમાં કુલ કેટલા નક્સલીઓના મોત થયા છે. 

આ પણ વાંચો….

વધુ એક માઠા સમાચારઃ ગુજરાતના જાણીતા જાદુગર સમ્રાટ કે.લાલના પુત્ર જુનિયર કે. લાલ(junior k.lal)નું કોરોનાથી નિધન

Whatsapp Join Banner Guj