Yogi

CM Yogi Announced: સીએમ યોગીએ કરી મોટી જાહેરાત, હવે યુપીના ધાર્મિક સ્થળો પર નહીં વેચાય માંસાહાર અને દારુ

CM Yogi Announced: ધાર્મિક સ્થળોએ માંસાહાર અને દારુના વેચાણ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લાગ્યો યુપીના મુખ્યમંત્રીએ

નવી દિલ્હી, 31 ઓગષ્ટઃ CM Yogi Announced: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી ગઇ કાલે એટલે કે જન્માષ્ટમી નિમિતે યોગી આદિત્યનાથે મોટી જાહેરાત કરી છે. જી, હાં સીએમ યોગી કહ્યું કે, તીર્થસ્થળોએ માંસાહાર અને દારુના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો છે. અત્યાર સુધી મંદિરો અને ધર્મસ્થળોમાં 100 મીટરની દૂરી પર દારુ અને માંસાહારનું વેચાણ રોકવામાં આવ્યુ હતું.

CM Yogi Announced: હવે યોગીએ જાહેરાત બાદ મથુરા-વૃંદાવન સહિતના અન્ય તિર્થ સ્થળો પર પણ માસાહાંર અને મદિરાના વેચાણ પર રોક લાગી છે. યુપી સરકાર હવે આ કાર્યને પૂર્ણ કરવા માટે યોજનાઓ બનાવી રહ્યા છે. જે લોકો આ ક્ષેત્રમાં કાર્ય કરી રહ્યાં છે તેમની પુનર્વાસ વ્યવસ્થા કરશે.

આ પણ વાંચોઃ Jio Phone Next: રિલાયન્સ અત્યાર સુધીનો સૌથી સસ્તો સ્માર્ટફોન આ તારીખે કરશે લોન્ચ, જાણો શું હશે ફીચર્સ?

યોગીએ કહ્યું કે પહેલા સરકારના પ્રતિનિધિ મંદિર જવાથી પણ ડરતા હતા. પરંતુ હવે એવું નથી. આજે તે લોકો પણ કહે છે કે રામ અમારા છે. વધુમાં યોગીએ કહ્યું કે, મથુરાની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહિમા જળવાય અને પુનજીવીત થાય તે માટે થઇને દારુ અને માસાહારના વ્યપાર પર પ્રતિબંધ લાગે તે જરુરી છે.

ઉલ્લેખનીય છે કે યોગી આદિત્યનાથે સોમવારે કહ્યું કે, વૃંદાવન, ગોવર્ધન, નન્દગાંવ, બરસાના, ગોકુલ , મહાવન તથા બલદેવમાં પણ ઝડપથી માંસાહાર અને દારુનું વેચાણ બંધ કરવાની સાથે આ ક્ષેત્રમાં કામ કરતા લોકોને અન્ય વ્યવસાય શરુ કરી આપવામાં આવશે.

Whatsapp Join Banner Guj