Vaccine

કેન્દ્ર સરકારની મોટી જાહેરાતઃ ટૂંક સમયમાં દેશને મળશે કોરોનાની વધુ 4 વેક્સિન(corona vaccine), વાંચો સંપૂર્ણ વિગત

નવી દિલ્હી, 29 મેઃcorona vaccine: દેશમાં વધતા જતા કોરોનાના કહેર વચ્ચે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં દેશમાં કોરોનાની બીજી ચાર વેક્સિન(corona vaccine) ઉપલબ્ધ થઈ જશે. નીતિ આયોગના મેમ્બર ડૉક્ટર વી. કે.પોલે જણાવ્યું કે દેશમાં વેક્સિનનું ઉત્પાદન સતત વધારાઈ રહ્યું છે.

corona vaccine

2021ના અંત સુધીમાં દેશમાં વેક્સિન(corona vaccine)ના 200 કરોડ ડોઝનું ઉત્પાદન થશે. હજુ પણ બીજી 4 વેક્સિન આવનાર છે એમાં બાયો ઈ વેક્સિન, ઝાયડસની ડીએનએ આધારિત વેક્સિન, ભારત બાયોટેકની નેસલ વેક્સિન અને જીનિવાની વેક્સિન ભારતમાં ઉપલબ્ધ થઈ જશે.

corona vaccine

ઉલ્લેખનીય છે કે, કોરોનાની વેક્સિનેશનની કામગીરી ચાલુ જ છે, પરંતુ ઘણી બધી જગ્યા પર વેક્સિન(corona vaccine) ખૂટી જવાની સમસ્યા સર્જાઇ છે. જેના કારણે કેન્દ્ર હરકતમાં આવ્યું છે.

આ પણ વાંચો…

વાંચો આજનું રાશિ ભવિષ્ય(Rashi bhavishya), કેવો રહેશે તમારો દિવસ