Vaccine

Corona vaccine update: રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 45.37 કરોડથી વધુ રસીના ડોઝ પૂરા પાડવામાં આવ્યા

Corona vaccine update: રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને ખાનગી હોસ્પિટલો પાસે હજી પણ 3.09 કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ છે

દિલ્હી, ૨૬ જુલાઈ: Corona vaccine update: કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે અને તેની ઉપલબ્ધતા વધારવા માટે પ્રતિબદ્ધ છે. 21 જૂન, 2021ના રોજ નવા રાષ્ટ્રવ્યાપી કોવિડ-19 રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. રસીકરણ અભિયાન અને રસીની ઉપલબ્ધતા સાથે, રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને રસીકરણ ઉપલબ્ધતાની અગ્રિમ જાણકારી આપીને ઝડપી કરવામાં આવી જેથી રસી અંગે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ ઉત્તમ યોજના બનાવી શકે અને રસીની સપ્લાઈ ચેઈન સુવ્યવસ્થિત કરી શકાય.

આ પણ વાંચો…Parmexpress: હાઈબ્રીડ ઇકોમર્સ મોડેલની મદદ થી સ્થાનીય દુકાનદારોને મદદ કરવા શરુ કરાયું હાયપર લોકલ સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ

દેશવ્યાપી રસીકરણ અભિયાનના ભાગ રૂપે, ભારત સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિના મૂલ્યે કોવિડ-19 રસી આપીને સમર્થન આપી રહી છે. કોવિડ-19 રસીકરણ અભિયાનના સાર્વત્રિકરણના નવા તબક્કામાં, કેન્દ્ર સરકાર દેશમાં રસી ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત 75% રસી રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રોને (વિના મૂલ્યે) પહોંચાડશે અને સપ્લાય કરશે.

Corona vaccine update
રસીના ડોઝ(26જુલાઈ, 2021 સુધી)
પુરવઠો45,37,70,580
આપવાના બાકી59,39,010
વપરાશ42,28,59,270
બાકી ઉપલબ્ધ3,09,11,310

ભારત સરકારે બધા જ પ્રકારના સ્ત્રોતો દ્વારા(Corona vaccine update) રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 45.37 કરોડ (45,37,70,580) થી વધુ રસી પૂરી પાડી છે અને બીજા 59,39,010 ડોઝ હજુ ઉપલબ્ધ છે.

Whatsapp Join Banner Guj

તેમાંથી, બગાડ સહિતનો કુલ વપરાશ 42,28,59,270 રસી (આજે સવારે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ માહિતી અનુસાર) થયો છે.

Corona vaccine update: હાલમાં, કોવિડ-19 રસીના 3.09 કરોડ (3,09,11,310) થી વધુ ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને ખાનગી હોસ્પિટલોમાં બાકી છે, જેનું સંચાલન કરવામાં આવશે.