param

Parmexpress: હાઈબ્રીડ ઇકોમર્સ મોડેલની મદદ થી સ્થાનીય દુકાનદારોને મદદ કરવા શરુ કરાયું હાયપર લોકલ સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ

Parmexpress: કોરોના કાળ માં સ્થાનિક વેપારીઓ, ગૃહ ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ વેંચર્સ ને સેલર્સ તરીકે જોડી ને ઘરે બેઠા જીવન જરૂરી સમાન પહોંચાડી રહ્યું છે આ સ્ટાર્ટઅપ

વડોદરા, 26 જુલાઇઃ Parmexpress: હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકો હવે પોતાના ઘરેથી બહાર જવાનું ટાળી રહ્યા છે જેથી કોરોના સંક્રમણ ને ટાળી શકાય, તથા જ્યાં શક્ય હોય છે ત્યાં ઓનલાઈન પ્લેટફોર્મ ના માધ્યમથી જ ઘરે બેઠા સર્વિસ મેળવવા નો આગ્રહ રાખી રહ્યા છે. પરંતુ મલ્ટીનેશનલ્સ ના આ ઓનલાઇન બજાર પર ના નિયંત્રણ ને કારણે સ્થાનિક વેપારીઓ તથા ડિસ્ટ્રીબ્યુટર્સ ને મોટા પ્રમાણ માં નુકશાન થાય છે.

આ પણ વાંચોઃ Corona vaccine for kids: બાળકો માટે જલ્દી આવશે આ કોરોના વેક્સિન, જાણો ક્યારે આવશે રસી?

શહેર ના સ્થાનીય દુકાનદારો – વેપારીઓ સાથે સંકલન કરી ને પોતાના હાઇપર લોકલ ઇ-કોમર્સ પ્લેટફોર્મ ની મદદ થી વડોદરા ના યુવા ઉદ્યોગસાહસિક એવા હાર્દિક પરમાર દ્વારા શરુ કરવામાં આવેલ ‘પરમ એક્સપ્રેસ’ નામ ના સ્ટાર્ટઅપ થકી ઘરે બેઠા જ લોકો ને જીવન જરુરીઆત નો સમાન પહોંચાડી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ ને શહેર ની પારુલ યુનિવર્સિટી દ્વારા સંચાલિત સ્ટાર્ટઅપ એકસેલેટર સેન્ટર એવા ‘વડોદરા સ્ટાર્ટઅપ સ્ટુડિયો’ દ્વારા ‘પરમ એક્સપ્રેસ’ સ્ટાર્ટઅપ ને જરૂરી તમામ સપોર્ટ આપવામાં આવી રહ્યો છે, તદુપરાંત વડોદરા સ્ટાર્ટઅપ સ્ટુડિયો દ્વારા તેઓને સ્ટાર્ટઅપ ઇંક્યુબેશન સપોર્ટ પણ પ્રાપ્ત થયો છે.

આ પણ વાંચોઃ Kargil vijay diwas: કારગિલની જંગ અને પાકિસ્તાન વિરુદ્ધ ભારતને મળેલ વધુ એક જીતને 22 વર્ષ પૂર્ણ થયા..!

તાજેતર માં જ શરુ થયેલા આ સ્ટાર્ટઅપ વેન્ચર સાથે અત્યાર સુધી માં મોટી સંખ્યા માં યુઝર્સ જોડાઈ ગયા છે, અને આગામી દિવસો માં સેલર પાર્ટનર્સ ની સંખ્યા વધારવા ની યોજના છે જેથી સુચારુ રીતે લોકો ને સમયસર સામાન મળી શકે.

વેબસાઇટ: https://parmexpress.in/
હેલ્પલાઇન નંબર: +91 94292 29400

Whatsapp Join Banner Guj