Fixed Tuvar dal price for NFSA card holders

Dal price increased: તુવેર દાળ અને અડદ દાળના ભાવમાં થયો વધારો, જાણો…

Dal price increased: 29 ડિસેમ્બરે તુવેર દાળની સરેરાશ કિંમત 111.9 રૂપિયા પ્રતિ કિલો પર જઈ પહોંચી

નવી દિલ્હી, 30 ડિસેમ્બર: Dal price increased: દાળ ફરીથી મોંઘી થઈ રહી છે. તાજેતરના દિવસોમાં તુવેરના ભાવમાં ઝડપથી વધારો જોવા મળ્યો છે. સરકારના આંકડા પણ આ વાતની સાક્ષી આપી રહ્યા છે. સરકારી ડેટા અનુસાર છેલ્લા છ મહિનામાં દાળની કિંમતોમાં 10 ટકાનો ઉછાળો આવ્યો છે. તુવેર અને અડદની દાળની કિંમતોમાં સૌથી વધારો જોવા મળી રહ્યો છે.

ગ્રાહક બાબતોના મંત્રાલયના ડેટા અનુસાર 29 ડિસેમ્બરે તુવેર દાળની સરેરાશ કિંમત 111.9 રૂપિયા પ્રતિ કિલો પર જઈ પહોંચી છે જે એક જૂન 2022એ 102.87 રૂપિયો કિલો હતી. મોડલ પ્રાઈઝ હવે 110 રૂપિયા પ્રતિ કિલો છે જે એક જૂને 100 રૂપિયા પ્રતિ કિલો હતી. ભારતમાં સૌથી વધારે લોકો તુવેર દાળ ખાવાનું પસંદ કરે છે.

અડદ દાળની કિંમતોમાં પણ આ સમયગાળામાં ઉછાળો જોવા મળ્યો છે. 29 ડિસેમ્બર 2022એ સરકારી ડેટા અનુસાર અડદ દાળની મોડલ પ્રાઈઝ એટલે સરેરાશ કિંમત 110 રૂપિયા પ્રતિ કિલો છે જે એક જૂન 2022એ 100 રૂપિયા પ્રતિ કિલોમાં મળી રહી હતી. એટલે કે સરકારી ડેટા અનુસાર છ મહિનામાં 10 ટકા કિંમતો વધી છે. નવેમ્બર મહિનામાં દાળની મોંઘવારી 3.15 ટકા રહી હતી.

સરકારે ઉઠાવ્યુ આ પગલુ

તુવેર અને અડદ દાળના ભાવ પર નિયંત્રણ રાખવા માટે સરકારે આ બંને દાળ માટે ફ્રી-ઈમ્પોર્ટ પોલિસીને 31 ઓગસ્ટ 2024 માટે એક્સટેંડ કરી દીધી છે. આ પોલિસી હેઠળ કોઈ પ્રતિબંધ વિના આયાત કરવામાં આવશે. એક અનુમાન અનુસાર ભારત પોતાના વપરાશની 15 ટકા દાળ આયાત કરે છે.

વિદેશોમાંથી આયાત

2021-22માં 2 મિલિયન ટન દાળની આયાત કરવામાં આવી હતી. દ્વિપક્ષીય કરાર હેઠળ ભારતે 0.25 મિલિયન ટન અડદ દાળ અને 0.1 મિલિયન ટન અડદ દાળ મ્યાનમારથી આયાત કરવાનું આશ્વાસન આપ્યુ છે. ભારત મોઝામ્બિકથી અડદ દાળ આયાત કરી રહ્યુ છે. આ સિવાય માલાવીથી પણ અડદ દાળ ઈમ્પોર્ટ કરવામાં આવી શકશે જેનાથી ઘરેલૂ બજારમાં કિંમતો પર કાબૂ રાખવામાં આવી શકે. ઉલ્લેખનીય છેકે 2016માં અડદ દાળની કિંમતો 200 રૂપિયા પ્રતિ કિલો સુધી જઈ પહોંચી હતી.

આ પણ વાંચો: Control over tuition culture: નવી શિક્ષણ નિતીમાં ટ્યુશન કલ્ચર પર કંટ્રોલ માટે પરીક્ષા પદ્ધતિમાં ફેરબલ કરાશે