Dance bar: વેપારીઓની દુકાન બંધ અને ડાન્સ બાર ચાલુ; બે પોલીસ અધિકારી સસ્પેન્ડ

Dance bar: આ મામલો સોમવારે પ્રકાશમાં આવ્યો  હતો જ્યારે એક મરાઠી ન્યૂઝ ચેનલના પત્રકારો દ્વારા હાથ ધરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનની ફૂટેજ પ્રસારિત કરી હતી.

મુંબઈ, ૨૦ જુલાઈ: Dance bar: કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પગલે જયારે મહારાષ્ટ્રમાં કડક પ્રતિબંધો અમલમાં છે. દરમિયાન વ્યાપારીઓની દુકાન પણ બળજબરી પૂર્વક બંધ કરાવવામાં આવી રહી છે, તેવામાં થાણેમાં ડાન્સબારમાં લલનાઓનું નૃત્ય ચાલુ છે. આ મામલો સોમવારે પ્રકાશમાં આવ્યો  હતો જ્યારે એક મરાઠી ન્યૂઝ ચેનલના પત્રકારો દ્વારા હાથ ધરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનની ફૂટેજ પ્રસારિત કરી હતી.

Parliament Session 2021: રાજ્યસભામાં સ્વાસ્થ્ય રાજ્ય મંત્રીએ સવાલોના જવાબમાં કહી આ વાત- વાંચો વિગત

થાણેના ત્રણ ડાન્સબારમાં (Dance bar) આ સ્ટીંગ ઓપરેશન કરાયું હતું. અહીં સરકારના કડક પ્રતિબંધો છતાં પણ કોરોનાના નિયમોનું ઉલ્લંઘન થતું હતું. આમાંના બે બાર નૌપડા પોલીસ સ્ટેશનના અધિકારમાં હતા, જ્યારે ત્રીજું બાર વર્તકનગર પોલીસ સ્ટેશન હેઠળ હતું. આ મામલો પ્રકાશમાં આવતા જ તંત્રમાં ખડભળાટ મચી ગયો હતો. વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે આસંદર્ભે જવાબદાર પોલીસ અધિકારો વિરુધ્ધ કાર્યવાહી કરવાની હાકલ કરી હતી.

Whatsapp Join Banner Guj

દરમિયાન જે પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં ડાન્સ બાર (Dance bar) કાર્યરત હતા ત્યાના અધિકારીઓ વિરુદ્ધ થાણે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીના ભાગરૂપે બે સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને પોલીસના બે આસીસ્ટન્ટ પોલીસ કમિશનર (એસીપી)ની બદલી કરવામાં આવી હતી.