Tokyo olympic

Covid case in Olympic 2021: ઓલમ્પિક વિલેજમાં કોરોનાના કેસ નોંધાવવાનો સિલસિલો યથાવત- વાંચો સંપૂર્ણ અહેવાલ

Covid case in Olympic 2021: ઓલિમ્પિક વિલેજમાં રહેતી ચેક રિપબ્લિકની બીચ વોલીબોલના ખેલાડી ઓન્દરૅજ પેરૃસીચનો કોરોનાનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે

સ્પોટ્સ ડેસ્ક, 20 જુલાઇઃ Covid case in Olympic 2021: ટોક્યો ઓલિમ્પિકના ઉદ્ઘાટનનો સમય નજીક આવી રહ્યો છે, તેની સાથે સાથે ઓલિમ્પિક વિલેજમાં કોરોનાના કેસ નોંધાવાનો સિલસિલો જારી રહેવા પામ્યો છે. ઓલિમ્પિક વિલેજમાં રહેતી ચેક રિપબ્લિકની બીચ વોલીબોલના ખેલાડી ઓન્દરૅજ પેરૃસીચનો કોરોનાનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. જેના કારણે તેને વધુ તપાસ અને સારવાર માટે મોકલી દેવામાં આવ્યો છે અને તેની નજીકનો સંપર્ક ધરાવેલા લોકોને પણ સેલ્ફ આઇસોલેટ કરવામાં આવ્યા છે.

અમેરિકાની હાઈપ્રોફાઈલ જિમ્નાસ્ટિક ટીમમાં સામેલ એક અવેજી મહિલા ખેલાડીને પણ કોરોના(Covid case in Olympic 2021)નો ચેપ લાગ્યો છે. અલબત્ત, અમેરિકન ટીમે તેનુ નામ જાહેર કર્યું નથી. ઓલિમ્પિક નજીક આવી રહ્યા છે, ત્યારે અત્યાર સુધીમાં કુલ ૫૦થી વધુ એથ્લીટ્સને આઇસોલેશનમાં મોકલવામાં આવ્યા છે. સાઉથ આફ્રિકાના બે ફૂટબોલરો અને વિડિયો એનાલીસ્ટને કોરોના થતાં ૨૧ જેટલા સાઉથ આફ્રિકાની ફૂટબોલ ટીમના સભ્યોને તેમના રૃમમાંથી બહાર ન નિકળવાની સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ Raj kundra: આ અભિનેત્રીઓ સાથે બનાવતો હતો પોર્ન ફિલ્મ રાજ કુંદ્રા, એક પ્રોજેક્ટ માટે આપ્યુ હતુ આટલું પેમેન્ટ- વાંચો વિગતે

અમેરિકાની ઓલિમ્પિક ટીમ(Covid case in Olympic 2021)માં અવેજી જિમ્નાસ્ટ તરીકે કારા ઈકૅર અને લેન વોંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમેરિકાએ એ પણ સ્પષ્ટ કર્યું નથી કે, અવેજી જિમ્નાસ્ટનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવતા સુપરસ્ટાર જિમ્નાસ્ટ સિમોન બાઈલ્સ તેમજ અન્ય કોઈને સેલ્ફ આઇસોલેશનમાં મોકલવામાં આવ્યા છે કે નહી.

જાપાન સરકારના ક્વોરન્ટાઈનના નિયમ અનુસાર કોરોનાગ્રસ્ત વ્યક્તિને ૧૪ દિવસ સુધી ક્વોરન્ટાઈનમાં રહેવું પડે છે. જેના કારણે આ બંને ખેલાડીઓ ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગઈ છે. તેની સાથે સાથે તેમની સાથે નજીકનો સંપર્ક ધરાવતા વ્યક્તિઓને પણ હાલ આઇસોલેશનમાં મોકલી દેવામા આવ્યા છે

આ પણ વાંચોઃ Primary School Open: દેશમાં કોરોનાની ત્રીજી લહેરના એંધાણ છે, તો બીજી તરફ પહેલા પ્રાથમિક સ્કૂલ ખોલવાનો ICMR ઇશારો- વાંચો વિગત

ઓલિમ્પિક ગેમ્સનો ઉદ્ઘાટન સમારંભ નજીક આવી રહ્યો છે, ત્યારે ઓલિમ્પિક વિલેજમાં અને એથ્લીટ્સમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જેના કારણે એથ્લેટિક્સ વિલેજમાં રહેતા ખેલાડીઓ અને ટીમોમાં અજંપાભરી સ્થિતિ છે. ચેક રિપબ્લિકની ટીમે ટ્વીટ કરીને કહ્યું કે, અમે તમામ પ્રકારની સાવચેતી રાખી હતી, તેમ છતાં અમારી ખેલાડીને કોરોના થયો છે. તે એસિમ્ટોમેટિક છે અને નિયમો અનુસાર આઇસોલેશનમાં છે. અમેરિકાની જિમ્નાસ્ટિક ટીમ હાલમાં જાપાના ચિબાપ્રેફેક્ચરના ઈન્ઝાઈ શહેરમાં છે, ત્યાં તેની એક અવેજી મહિલા જિમ્નાસ્ટનો કોરોનાનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો.

અમેરિકાની યુવા ટેનિસ ખેલાડી કોકો ગફને કોરોનાનો ચેપ લાગ્યો છે, જેના કારણે તે ટોક્યો ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગઈ છે. ૧૭ વર્ષની અમેરિકન ખેલાડીએ ટ્વિટર પર આ અંગેની જાહેરાત કરી હતી. કોકો ગફ વર્ષ ૨૦૦૦ પછી સૌથી યુવા વયે ઓલિમ્પિક રમનારી ટેનિસ ખેલાડી બનવાની હતી, પણ હવે તે આ રેકોર્ડ નોંધાવી શકે તેમ નથી. વર્લ્ડ રેન્કિંગમાં ૨૫મો ક્રમાંક ધરાવતી ગફે કહ્યું કે, મારો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવતા હું હવે ઓલિમ્પિકમાં ભાગ લેવાની નથી. ઓલિમ્પિકમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ કરવાનું મારૃ સ્વપ્ન હતુ. જોકે હું આશા રાખું છું કે, આગામી સમયમાં ફરી આવી તક મળશે

આ પણ વાંચોઃ Parliament Session 2021: રાજ્યસભામાં સ્વાસ્થ્ય રાજ્ય મંત્રીએ સવાલોના જવાબમાં કહી આ વાત- વાંચો વિગત

Whatsapp Join Banner Guj