Decision of the GST Council: હોસ્પિટલમાં 5 હજારથી વધુના રૂમ પર 5% ટેક્સ; GST કાઉન્સિલની બેઠકમાં લેવાયો નિર્ણય

Decision of the GST Council: તીર્થધામો પર આવેલી બજેટ હોટલો મોંઘી થતા તીર્થયાત્રામાં રોકાણ 12 ટકા મોંઘા થશે. જ્યારે હોસ્પિટલમાં 5 હજારના રૂમ ભાડા ઉપર 5 ટકા સારવાર મોંઘી થઇ છે.

નવી દિલ્હી, 04 જુલાઈ: Decision of the GST Council: ગત બુધવારે મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં નાની હોટલો તેમજ હોસ્પિટલના રૂમના ભાડા ઉપર જીએસટી લાગુ કરવામાં આવ્યા છે. જે હોટેલોમાં રૂમનું ભાડું રૂ. 1હજારથી નીચે હશે તેના ઉપર 12 ટકા અને જે હોસ્પિટલમાં રૂમનું ભાડું રૂ 5 હજાર કરતા વધારે હશે તેમને 5 ટકા જીએસટી લાગુ પડશે. નાની હોટલો તેમજ હોસ્પિટલોને જીએસટીમાં આવરી લેવાયા છે.

હોસ્પિટલમાં 5 હજારના રૂમ ભાડા ઉપર 5 ટકા સારવાર મોંઘી

તીર્થધામો પર આવેલી બજેટ હોટલો મોંઘી થતા તીર્થયાત્રામાં રોકાણ 12 ટકા મોંઘા થશે. જ્યારે હોસ્પિટલમાં 5 હજારના રૂમ ભાડા ઉપર 5 ટકા સારવાર મોંઘી થઇ છે. ગુજરાતમાં આવેલા દ્વારકા, અંબાજી, સોમનાથ, બહુચરાજી, પાવાગઢ, ડાકોર, ચોટિલા, પાલીતાણા, જૂનાગઢ સહિતના તીર્થધામોમાં આવેલી બજેટ હોટલોમાં રૂમનો દર રૂ.1 હજારથી નીચે હોય છે.

મેડિકલ ક્ષેત્રે પર પણ પહેલી વખત GST લાગી

​​​​​​​​​​​​​​આ બજેટ હોટેલો પર પણ 12 ટકાના દરે જીએસટી લાદવામાં આવ્યો છે. મેડિકલ ક્ષેત્રે પર પણ પહેલી વખત જીએસટી લાદવામાં આવ્યો છે. જેથી હવે હોસ્પિટલોએ પણ જીએસટીમાં રજિસ્ટર કરાવવું પડશે. આ ઉપરાંત નાના મોટા બ્રાન્ડેડ લોટ, નાસ્તા, ફ્રૂટ પણ મોંઘા થશે. અત્યાર સુધી પેકિંગમાં આવતી આ પ્રોડક્ટ જીએસટીમાંથી મુક્ત હતી.

આ પણ વાંચો..Digital india week: PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, 4.30 કલાકે પહોંચશે મહાત્મા મંદિર

Gujarati banner 01