PM Modi airport

Digital india week: PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, 4.30 કલાકે પહોંચશે મહાત્મા મંદિર

Digital india week: PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ડિઝિટલ ભારત સપ્તાહનો કરાવશે પ્રારંભ,4.30 કલાકે પહોંચશે મહાત્મા મંદિર

ગાંધીનગર, 04 જુલાઈ: Digital india week; ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસમાં વધારો થયો છે, ત્યારે ફરી એક વખત પ્રધાનમંત્રી મોદી ગુજરાતની મુલાકાતે આવશે. પ્રધાનમંત્રી આજે ગાંધીનગરની મુલાકાતે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ડિજિટલ ઈન્ડિયા વિકના કાર્યકમમાં હાજરી આપશે. સાથે ડિજિટલ ઈન્ડિયા વિકના કાર્યક્રમનો ગુજરાતમાંથી પ્રારંભ કરાવશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં બ્રોડ બેન્ડ પહોંચાડવાના આશ્રય સાથે ડિજિટલ ઇન્ડિયાનો પ્રારંભ કરવામાં આવશે. *શું છે સમગ્ર કાર્યક્રમ* ડિજિટલ ઇન્ડિયા વીક-૨૦૨૨ની ઉજવણી અંતર્ગત મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે તા. ૪થી ૬ જુલાઈ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ડિજિટલ ઈન્ડિયાની (Digital india week) વર્ષગાંઠની ઉજવણી કરાશે તથા આધાર, યુપીઆઈ, કૉ-વિન, ડિજિલૉકર જેવા જાહેર ડિજિટલ પ્લેટફોર્મ મારફત નાગરિકોને સરળતાથી સેવા મળી રહે તે અંગેની જાણકારી આપતું પ્રદર્શન યોજાશે. આ ઉપરાંત ટેકનોલૉજીના વિવિધ પ્લેટફોર્મ થકી ભારતવાસીઓને મળતી સુવિધાઓના લાભો અંગેનું તકનીકી કૌશલ્યનું પ્રદર્શન વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરાશે. તેમજ આવનારી પેઢી માટે ડિજિટલ માધ્યમ થકી રોજગારીની કેવી તકોનું નિર્માણ થઈ શકે તે માટે પણ ચર્ચા થશે.

Digital India week, PM Modi

Digital india week: આ ઉપરાંત સ્ટાર્ટઅપ, સરકાર, ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓની જનભાગીદારી થકી ૨૦૦થી વધુ સ્ટોલ સાથેનો ડિજિટલ મેળો યોજાશે, જેમાં રોજિંદી જીવનશૈલીને સરળ બનાવતા વિવિધ ડિજિટલ સોલ્યુશન્સ અંગેનું પ્રદર્શન કરવામાં આવશે. વધુમાં, ભારતીય યુનિકોર્ન્સ અને સ્ટાર્ટઅપ્સ દ્વારા વિકસાવવામાં આવેલા વિવિધ ટેકનોલૉજી આધારિત સોલ્યુશન્સ પણ તા. ૭થી ૯ જુલાઈ દરમિયાન વર્ચ્યુઅલ મોડમાં યોજાશે, જેમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા ડિજિટલ નોલેજનું આદાન-પ્રદાન કરાશે. *PM મોદી બપોરે 3 કલાકે અમદાવાદ પહોંચશે, PM મોદી અમદાવાદ એરપોર્ટથી જશે રાજભવન, PM મોદી 4 વાગ્યા સુધી રાજભવન ખાતે કરશે રોકાણ , 4.30 કલાકે PM મોદી પહોંચશે મહાત્મા મંદિર , PM મોદી ડિઝિટલ ભારત સપ્તાહનો કરાવશે પ્રારંભ, સાંજે 6 વાગ્યે અમદાવાદથી દિલ્લી જવા રવાના થશે.

આ પણ વાંચો..Gujarat rain update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 150થી વધુ તાલુકામાં વરસાદ પડ્યો, સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ

પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવનાર ‘ડિજિટલ ઈન્ડિયા ભાષિની’ પહેલ થકી દેશની વિવિધ ભાષાઓમાં વૉઇસ-આધારિત ઍક્સેસથી ભારતીય ભાષાઓમાં કન્ટેન્ટના નિર્માણમાં ઈન્ટરનેટ અને ડિજિટલ સેવાઓની સરળ પહોંચને વધુ મજબૂત કરાશે. ભારતીય ભાષાઓ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ભાષા ટેક્નોલોજીકલ સોલ્યુશન્સથી વધુને વધુ નાગરિકો જોડવામાં સરળતા થશે. પ્રધાનમંત્રી ‘ડિજિટલ ઈન્ડિયા જેનિસિસ (ઈનોવેટિવ સ્ટાર્ટઅપ માટે જનરલ નેક્સ્ટ સપોર્ટ)’ રાષ્ટ્રીય ડીપ-ટેક સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ છે, જે ભારતના ટિયર-II અને ટિયર-III શહેરોમાં શરૂ થયેલા પ્રતિભાવાન સ્ટાર્ટઅપ્સને શોધીને તેને એક સફળ સ્ટાર્ટઅપ બનાવવા અને તેના વિકસાવવામાં પણ મદદરૂપ થશે. જે માટે અંદાજે રૂ. ૭૫૦ કરોડ ખર્ચની પરિકલ્પના કરવામાં આવી છે.

‘ઇન્ડિયાસ્ટેક ગ્લોબલ’ એ આધાર, યુ.પી.આઈ, ડિજીલોકર, કો-વીન વેક્સિનેશન પ્લેટફોર્મ, ગવર્નમેન્ટ, ઈ-માર્કેટપ્લેસ(GeM), DIKSHA પ્લેટફોર્મ અને આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ મિશન જેવા ઈન્ડિયા સ્ટેક હેઠળ અમલમાં મૂકાયેલા મુખ્ય પ્રોજેક્ટ્સનું કેન્દ્રબિંદુ ગણાય છે. ‘માય-સ્કીમ’ પ્લેટફોર્મ એક સામાન્ય નાગરિકને સરકારી યોજનાઓ વિશેની માહિતી, યોજનાનો લાભ લેવાની પ્રક્રિયા વગેરેની માહિતી પ્રદાન કરશે. જેનો ઉદ્દેશ્ય “વન-સ્ટોપ સર્ચ એન્ડ ડિસ્કવરી”નો છે જ્યાં લાભાર્થીઓ કઇ સરકારી યોજનાઓ લાભ લેવા માટે તેઓ લાયક છે તે સરળતાથી શોધી શકે તેવો છે.

Gujarati banner 01