Devotees trapped in the sea

Devotees trapped in the sea: તીર્થસ્થાન ગંગાસાગર પાસે દરિયામાં ફસાયા શ્રદ્ધાળુઓ, બચાવ કામગીરી ચાલુ

Devotees trapped in the sea: યાત્રાળુઓ હુગલી નદી અને બંગાળની ખાડીના સંગમ સ્થળ ગંગાસાગર તરફ જઈ રહ્યા હતા

નવી દિલ્હી, 16 જાન્યુઆરી: Devotees trapped in the sea: દેશના જાણિતા પવિત્ર તીર્થસ્થાન ગંગાસાગરમાં ડુબકી મારવા આવેલ શ્રદ્ધાળુઓ પૈદી અંદાજે 600 શ્રદ્ધાળુઓના જીવ પડીકે બંધાઈ ગયા હતા અને કોઈ અઘટીત ઘટના બને તે પહેલા તેમને બચાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પશ્ચિમ બંગાળના ગંગાસાગરમાં રવિવારે રાત્રે 600 શ્રદ્ધાળુઓએ જીવ જોખમમાં મુકાઈ ગયા હતા.

આ અંગે અધિકારીઓએ વિગત આપતા જણાવ્યું હતું કે ગત રાતથી દરિયામાં ફસાયેલા લગભગ 600 શ્રદ્ધાળુઓને બચાવવામાં આવી રહ્યા છે. તમામ યાત્રાળુઓ હુગલી નદી અને બંગાળની ખાડીના સંગમ સ્થળ ગંગાસાગર તરફ જઈ રહ્યા હતા. તે જ સમયે, દરિયામાં ઉછળતા મોજા અને ગાઢ ધુમ્મસને કારણે તેમની બોટ કાકદ્વીપ પાસે ફસાઈ ગઈ હતી.

હિંદુ ધર્મમાં ગંગાસાગરને લઈને ઘણી માન્યતા છે. 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિના દિવસે ગંગાસાગરમાં ડૂબકી લગાવવાની માન્યતા છે. દર વર્ષે મકરસંક્રાંતિ પર દેશભરમાંથી લાખો લોકો અહીં સ્નાન કરવા આવે છે. ગંગાસાગર પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં આવેલું છે. અધિકારીઓએ જણાવ્યું કે ભારતીય કોસ્ટ ગાર્ડે ફસાયેલા તમામ શ્રદ્ધાળુઓને બચાવવા માટે બોટ તૈનાત કરી છે.

આ પણ વાંચો: 7 town planning scheme: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી ૭ ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી આપી, વાંચો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો