divorce

સુપ્રીમનો ઐતિહાસિક ચુકાદોઃ જીવનસાથીના માન-સન્માનને ઠેસ પહોંચાડવી પણ છે માનસિક ક્રૂરતા, જેના કારણે થઇ શકે છે છૂટાછેડા(divorce)

divorce

નવી દિલ્હી, 27 ફેબ્રુઆરીઃ સુપ્રીમ કોર્ટ શુક્રવારે એક સૈન્ય અધિકારીને તેની પત્ની સાથે છૂટાછેડા (divorce)મંજૂર કરતા કહ્યુ હતું કે, જીવનસાથી વિરુદ્ધ માનહાનિ ફરિયાદ કરવી અને તેના સમ્માનને ઠેસ પહોંચાડવી માનસિક ક્રૂરતા સમાન છે. જસ્ટીસ એસ.કે.કૌલના નેતૃત્વવાળી બેચે કહ્યું કે, ઉત્તરાખંડ હાઈકોર્ટે તૂટેલા સંબંધને મધ્યમવર્ગિય મેરિડ લાઈફની સામાન્ય તકરાર ગણાવી પોતાના નિર્ણયમાં ખામી છે. આ નિશ્ચિતપણે પ્રતિવાદી દ્વારા અપીલકર્તા વિરુદ્ધ ક્રૂરતાનો મામલો છે અને અપીલકર્તા પોતાના લગ્ન ખતમ કરવા હકદાર છે.

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનિય છે કે, મિલિટ્રી ઓફિસરે એક સરકારી પોસ્ટ ગ્રેજ્યૂએશન કોલેજમાં ફેક્ટરી મેંમ્બર પોતાની પત્નિ પર માનસિક ક્રુરતાનો આરોપ લગાવીને ડિવોર્સ(divorce) માંગ્યા હતા. બંન્નેના લગ્ન વર્ષ 2006માં થઈ હતી. તેઓ કેટલાંક મહિના સુધી સાથે રહ્યાં, પરંતુ લગ્નની શરૂઆતથી તેમની વચ્ચે મતભેદ થવા લાગ્યા અને તેઓ 2007થી અલગ રહેવા લાગ્યા. ઓફિસરે કહ્યું કે તેની પત્નિએ વિભિન્ન જગ્યાએ તેમના સમ્માનને ઠેસ પહોંચાડી છે.

આ પણ વાંચો…

ભારતીય ક્રિકેટર યૂસુફ પઠાણે (Yusuf Pathan) ક્રિકેટને કહ્યું- અલવિદા, દરેક ફોર્મેટમાંથી લીધું રિટાયર્મેન્ટ