Don suresh pujari: મુંબઇ અંડરવર્લ્ડનો ડોન સુરેશ પુજારીની ફિલિપીન્સમાં ધરપકડ, ભારત લાવવાની તૈયારી શરૂ

Don suresh pujari: સુરેશ પૂજારી પર મુંબઈમાં અંદાજીત બે ડઝનથી વધુ ગુન્હાઓ દાખલ કરવામાં આવ્યા છે. વર્ષ 2007માં સુરેશ પૂજારી દેશ છોડીને ભાગી ગયો હતો

નવી દિલ્હી, 19 ઓક્ટોબરઃ Don suresh pujari: મુંબઈ અંડરવર્લ્ડના વધુ એક ચર્ચિત ચહેરો ગેંગસ્ટર સુરેશ પુજારી (Suresh Pujari)ને ફિલીપિન્સ(Philippines)માં ધરપકડ કરવામાં આવી છે. સુરેશ પૂજારી પર મુંબઈમાં અંદાજીત બે ડઝનથી વધુ ગુન્હાઓ દાખલ કરવામાં આવ્યા છે. વર્ષ 2007માં સુરેશ પૂજારી દેશ છોડીને ભાગી ગયો હતો

મહારાષ્ટ્રમાં જબરદસ્તીથી વસૂલી ના ઘણા મામલામાં વોન્ટેડ ગુન્હેગારને ભારત લાવવામાં આવશે, સૂત્રોના જણાવ્યા મુજબ પુજારીની 15 ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી, અને તે પોલીસ ગિરફ્તમાં છે. મુંબઈ પોલીસ અને સીબીઆઈ વર્ષોથી ગેંગસ્ટરની તમામ રૂપરેખા પર નજાર રાખી રહ્યા છે. પુજારીને ફિલીપીસની ફ્યૂજીટીવ સર્ચ યુનિટે ધરપકડ કરી હતી

તે જ સમયે, મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચ હવે રિયાઝ ભાટીની તલાશ કરી રહી છે, જે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના સહાયક અને પરમ બીર સિંહના સહ આરોપી છે. ભાટી વિરુદ્ધ ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં ખંડણીનો કેસ નોંધવામાં આવ્યો હતો, જે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. એટલા માટે ક્રાઈમ બ્રાન્ચ રિયાઝ ભાટીની પૂછપરછ કરવા માંગતી હતી. જોકે, આ કેસમાં મહત્વની કડી માનવામાં આવતો ભાટી હવે ફરાર છે. ખંડણી કેસમાં સહ આરોપીએ અગાઉ આગોતરા જામીન અરજી (એબીએ) દાખલ કરી હતી. પરંતુ તે રદ કરવામાં આવી હતી

આ પણ વાંચોઃ Relief package declared by Guj.gov: અતિવૃષ્ટિથી થયેલ નુકશાન અંગે રાહત પેકેજની જાહેરાત, આ તારીખ સુધીમાં કરવી પડશે અરજી

સુરેશ પુજારીએ ક્રાઈમની દુનિયામાં શરૂઆત રવિ પૂજારી સાથે મળીને કરી હતી. પણ પૈસાની ગરબડ અને પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે સુરેશ પૂજારીથી અલગ ગેંગ બનાવી હતી. સુરેશ પૂજારી પર હપ્તા વસૂલવા, હત્યા અને ગુનાહિત ષડયંત્ર રચવાના કેસો નોંધાયેલા છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચના સૂત્રોના જણાવ્યા અનુસાર 2થી 3 દિવસ પહેલા તેની ધરપકડ થઈ હતી. તેના સાથે જોડાયેલ તમામ ડિટેલ મુંબઈ પોલીસ દ્વારા ભારત સરકારને સોંપવામાં આવી હતી. સુરેશ પૂજારી ઈંટરપોલના રડાર પર હતો અને હવે તેની ધરપકડ થઈ ગઈ છે. ટૂંક સમયમાં આ અપરાધીને ભારત લાવવામાં આવશે

રવિ પૂજારી ક્રાઇમની દુનિયામાં એક સમયે આ ગેંગસ્ટરનું એવું નામ હતું કે ભલભલા તેનું નામ લેતા ડરતા પરંતુ હવે આ રવિ પૂજારીની હાલત એવી થઇ ગઇ છેકે તેને જોઇને એવુ લાગે કે કોઇપણ વ્યકિતનો સિતારો બુલંદ હોય ત્યારે જ તે ચમકે છે પછી તેની હાલત અંધકારના ગર્તામાં ધકેલાવા જેવી જ થઇ જાય છે.

ઉંમર 52ની છે પણ ક્રાઇમની દુનિયામાં રવિ પૂજારીએ કદમ 16 વર્ષે જ મૂકી દીધો હતો. એક લબરમૂછિયા છોરાનો હાથ પકડનાર અને રવિ પૂજારીને ક્રાઇમની દુનિયામાં લઇ જનાર તેનો ગોડફાધર હતો શ્રી કાંત મામા. એક સમયના દાઉદના સાથી શ્રી કાંત મામાનો રવિ પૂજારીને સાથ મળતો ગયો અને રવિ પૂજારી ધીમે ધીમે ક્રાઇમની દુનિયામાં ધકેલાતો ગયો. ખંડણી, ખૂન, હથિયારોની હેરાફેરી જેવા ગુનાઓને રવિ પૂજારી જાણે સામાન્ય ગુનાઓની જેમ અંજામ આપવા લાગ્યો.

આ પણ વાંચોઃ Babul Supriyo: બાબૂલ સુપ્રિયોએ સાંસદ પદેથી રાજીનામું આપી, TMC પાર્ટીમાં જોડાયા

1969માં જન્મેલો રવિ પૂજારીએ મુંબઇમાં ધો.10  સુધીનો અભ્યાસ કર્યો. પણ ત્યારપછી તે એક બારમાં નોકરી કરવા લાગ્યો અને નોકરીથી જ તે અભ્યાસમાંથી બહાર થઇ ગયો અને ક્રાઇમની દુનિયામાં ઘુસી ગયો.

શરૂઆતમાં શ્રીકાંત મામા સાથે કામ કરતો રવિ પૂજારી બાદમાં એટલો મોટો થઇ ગયો કે તે સીધો જ દાઉદના સંપર્કમાં આવ્યો અને ત્યારપછી તે છોટા રાજન પાસેથી કોઇકને ખતમ કરવા સોપારી લેતો. છોટા રાજનના ઇશારે તેના દુશ્મનોની ગેમ બજાવતો હતો. જે પછી રવિ પૂજારી ખુદ એટલો મોટો થઇ ગયો કે અંધારી આલમમાં વર્ષ 1998-99 દરમિયાન તેનો છોટા રાજન સાથેનો નાતો પણ તૂટી ગયો. અને એક સમયે છોટા રાજન સાથે કામ કરતો રવિ પૂજારી ખુદ છોટા રાજનનો દુશ્મન બની ગયો..

આ દુશ્મની પાછળનું કારણ હતું છોટા રાજને રવિ પૂજારીની ગેંગના લોકોની કરેલી હત્યા. જે બાદ રવિ પૂજારીએ ડી ગેંગના ગેંગસ્ટર્સનો ખાતમો કરવાની શરૂઆત કરી હતી. 4 ભાષાનો જાણકાર રવિ પૂજારી બાદમાં વિદેશમાં પણ સંપર્કો કેળવતો થયો. અને ત્યારબાદ તે ખુદ મોટા કામ લઈને તેના માનિતા શાર્પ શૂટરને કામ સોંપવા લાગ્યો

Whatsapp Join Banner Guj