money 7th pay commission

Deepawali bonus announces: કેન્દ્રીય કર્મીઓ માટે નાણા મંત્રાલયનું દિવાળી પર એડહૉક બોનસ આપવાનુ એલાન

Deepawali bonus announces: કેન્દ્ર સરકારના ગ્રૂપ બી અને ગ્રૂપ સી અંતર્ગત આવનારા તે અરાજપત્રિત કર્મચારી, જે કોઈ પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ સ્કીમ હેઠળ આવતા નથી, તેમને પણ આ બોનસ આપવામાં આવશે

નવી દિલ્હી, 19 ઓક્ટોબરઃDeepawali bonus announces: નાણા મંત્રાલયે કેન્દ્ર સરકારના કર્મીઓને દિવાળીના અવસરે નૉન-પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ આપવાની જાહેરાત કરી છે. આના હેઠળ તમામ પાત્ર કર્મીઓને 30 દિવસના વેતન જેટલી રકમ મળશે. કેન્દ્ર સરકારના ગ્રૂપ બી અને ગ્રૂપ સી અંતર્ગત આવનારા તે અરાજપત્રિત કર્મચારી, જે કોઈ પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ સ્કીમ હેઠળ આવતા નથી, તેમને પણ આ બોનસ આપવામાં આવશે. એડહોક બોનસનો ફાયદો કેન્દ્રીય અર્ધસૈનિક દળના તમામ યોગ્ય કર્મીઓને પણ મળશે.

નાણા મંત્રાલય દ્વારા જારી આદેશ અનુસાર એડહૉક બોનસ હેઠળ જે રકમ આપવામાં આવે છે, તેનુ નિર્ધારણ કરવા માટે એક નિયમ બનાવવામાં આવ્યો છે. કર્મીઓનુ સરેરાશ વેતન, ગણનાની ઉચ્ચતમ સીમા અનુસાર જે પણ ઓછુ હોય, તેના આધારે બોનસ જોડવામાં આવે છે. જો કોઈ કર્મીને સાત હજાર રૂપિયા મળી રહ્યા છે, તો તેમના 30 દિવસનુ માસિક બોનસ લગભગ 6907 રૂપિયા રહેશે.

આ પણ વાંચોઃ Don suresh pujari: મુંબઇ અંડરવર્લ્ડનો ડોન સુરેશ પુજારીની ફિલિપીન્સમાં ધરપકડ, ભારત લાવવાની તૈયારી શરૂ

આ પ્રકારના બોનસનો ફાયદો, કેન્દ્ર સરકારના તે કર્મચારીઓને જ મળશે, જે 31 માર્ચ 2021ને સેવામાં રહ્યા છે. તેમણે વર્ષ 2020-21 દરમિયાન ઓછામાં ઓછુ છ મહિના સુધી સતત ડ્યુટી કરી છે. નાણા મંત્રાલયના આદેશમાં કહેવામાં આવ્યુ છે જે કર્મચારી અસ્થાયી રીતે એડહૉક બેસ પર નિયુક્ત થયા છે, તેમને પણ આ બોનસ મળશે, બશર્તે તેમની સેવાની વચ્ચે કોઈ બ્રેક ન રહ્યો હોય. 

એવા કર્મચારી જે 31 માર્ચ 2021એ અથવા તેના પહેલા સેવાથી બહાર થયા હોય, તેમણે ત્યાગપત્ર આપ્યુ હોય અથવા સેવાનિવૃત થયા હોય તેને સ્પેશ્યલ કેસ માનવામાં આવશે. જેના હેઠળ તે કર્મચારી, જે અમાન્ય રીતથી મેડીકલ આધારે 31 માર્ચથી પહેલા રિટાયર થઈ ગયા અથવા દિવંગત થઈ ગયા છે પરંતુ તેમણે નાણાકીય વર્ષમાં છ માસ સુધી નિયમિત ડ્યુટી કરી છે તો તેને એડહોક બોનસના યોગ્ય માનવામાં આવશે. આ માટે સંબંધિત કર્મચારીની નિયમિત સેવા કરી નિકટવર્તી સંખ્યાને આધાર બનાવીને પ્રો રાટા બેસિસ પર બોનસ નક્કી હશે.

આ પણ વાંચોઃ Relief package declared by Guj.gov: અતિવૃષ્ટિથી થયેલ નુકશાન અંગે રાહત પેકેજની જાહેરાત, આ તારીખ સુધીમાં કરવી પડશે અરજી

Whatsapp Join Banner Guj