Dungarpur case

Dungarpur case: ચૂંટણી પહેલા ડુંગરપુર કેસમાં સપા નેતા આઝમ ખાનને સાત વર્ષની સજા- વાંચો વિગત

Dungarpur case: કોર્ટે આ તમામ દોષિતોને પાંચ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો

whatsapp banner

નવી દિલ્હી, 18 માર્ચઃ Dungarpur case: ઉત્તર પ્રદેશમાં રામપુરના ચર્ચિત ડુંગરપુર કેસમાં કોર્ટે સપાના નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી આઝમ ખાનને સાત વર્ષની જેલની સજા સંભળાવી છે. એમપી એમએલએ કોર્ટના જસ્ટિસ વિજય કુમારે આઝમ ખાન, પૂર્વ સીઓ સિટી આલે હસન ખાન, પૂર્વ મ્યુનિસિપલ ચેરમેન અઝહર અહેમદ ખાન અને કોન્ટ્રાક્ટર બરકત અલી સહિત ચાર દોષિતોને સજા સંભળાવી છે. કોર્ટે આ તમામ દોષિતોને પાંચ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

આ પણ વાંચોઃ Document registration rules changed: ગુજરાતમાં હવે દસ્તાવેજ નોંધણીના નિયમોમાં થશે બદલાવ, 1 એપ્રિલથી લાગુ- વાંચો વિગત

કોર્ટે આ કેસમાં ત્રણ લોકોને જિબરાન ખાન, ફરમાન ખાન અને ઓમેન્દ્ર ચૌહાણને નિર્દોષ જાહેર કર્યા છે. અગાઉ 16મી માર્ચે કોર્ટે આ મામલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આઝમ ખાન સોમવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં હાજર થયો હતો. કોર્ટે તમામ આરોપીઓને આઈપીસીની કલમ 495, 412, 452, 504, 506, 427, 120B હેઠળ દોષિત ઠેરવ્યા છે.

આ પણ વાંચોઃ For Glowing Skin: ઘરમાં રહેલી આ વસ્તુઓ દ્વારા મેળવો ચહેરા પર ગ્લો- આજે જ ટ્રાય કરો આ બ્યુટી ટિપ્સ

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો