EC Sent Notice Two Leaders & Central Govt: એક્શનમાં ચૂંટણી પંચ, કેન્દ્ર સરકાર સહિત આ બે નેતાઓને મોકલ્યું નોટિસ…

EC Sent Notice Two Leaders & Central Govt: ચૂંટણી પંચે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને કેન્દ્ર સરકારને નોટિસ મોકલી

નવી દિલ્હી, 27 ઓક્ટોબરઃ EC Sent Notice Two Leaders & Central Govt: દેશના 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર થશે. આ દરમિયાન ચૂંટણી પંચે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને કેન્દ્ર સરકારને નોટિસ મોકલી છે.

ચૂંટણી પંચે 26 ઓક્ટોબરે પ્રિયંકા ગાંધીને નોટિસ મોકલીને 30 ઓક્ટોબરની સાંજ સુધીમાં જવાબ આપવા જણાવ્યું હતું. રાજસ્થાનની રેલીમાં પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી દ્વારા મંદિરમાં આપેલ દાન વિષે ટિપ્પણી કરવામાં આવી હતી. જેમાં પરબિડીયું ખોલતા માત્ર 21 રૂપિયા જ મળ્યા હતા. આ અંગે ભારતીય જનતા પાર્ટીએ પ્રિયંકા ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી.

હિમંત બિસ્વાને પણ ચૂંટણી પંચે નોટિસ આપી

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાને પણ ચૂંટણી પંચે નોટીસ આપી છે. હિમંત બિસ્વા સરમાએ છત્તીસગઢમાં ભૂપેશ બઘેલ સરકાર પર સનાતન ધર્મને નબળો પાડવાનો અને રાજ્યમાં ધર્મ પરિવર્તનનું બજાર ખોલવાનો આરોપ લગાવ્યો હતો.

રેલીને સંબોધિત કરતા હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે, “જો કોઈ અકબર એક જગ્યાએ આવે છે, તો તે 100 અકબરને બોલાવે છે, આ વાત ભૂલશો નહીં. તેથી તે અકબરને વહેલી તકે દૂર મોકલી દો, નહીં તો માતા કૌશલ્યાની આ ભૂમિ અપવિત્ર બની જશે.

કેન્દ્ર સરકારને વિકાસ ભારત સંકલ્પ યાત્રા ન યોજવા જણાવ્યું

સાથે જ ચૂંટણી પંચે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને 5 ડિસેમ્બર સુધી ચૂંટણીલક્ષી રાજ્યોમાં પ્રસ્તાવિત વિકાસ ભારત સંકલ્પ યાત્રા ન યોજવા જણાવ્યું છે.

આ પણ વાંચો… Indian Navy Former Personnel Death Penalty: ભારતીય નૌકાદળના આઠ પૂર્વ કર્મચારીઓને કતારમાં ફાંસીની સજા, જાણો તેમના વિશે વિગતવાર…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો