Navy Officers

Indian Navy Former Personnel Death Penalty: ભારતીય નૌકાદળના આઠ પૂર્વ કર્મચારીઓને કતારમાં ફાંસીની સજા, જાણો તેમના વિશે વિગતવાર…

Indian Navy Former Personnel Death Penalty: કર્મચારીઓ છેલ્લા એક વર્ષથી કતારની કેદમાં, જાસૂસીના લાગ્યા છે આરોપ…

નવી દિલ્હી, 27 ઓક્ટોબરઃ Indian Navy Former Personnel Death Penalty: ભારતીય નૌકાદળના આઠ પૂર્વ કર્મચારીઓને કતારની કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. આ કર્મચારીઓ પર જાસૂસી કરવાનો આરોપ છે. કહેવામાં આવી રહ્યું છે કે, કર્મચારીઓ છેલ્લા એક વર્ષથી કતારની કેદમાં છે. હાલમાં તેઓ અલ દહરા નામની પ્રાઈવેટ કંપનીમાં કામ કરતા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, ભારત સરકાર આ બાબતને લઈને કોર્ટમાં જવાની તૈયારી કરી રહી છે. ત્યાં જ વિપક્ષી દળોએ સરકારને ઘેરવાનું શરૂ કરી દીધું છે. વિપક્ષીઓનું કહેવું છે કે જ્યારે સંસદમાં આ મુદ્દે ચર્ચા થઈ ત્યારે સરકારે તેને ગંભીરતાથી લીધું ન હતું. ખબર હોય કે, ગયા વર્ષે જાસૂસી સંબંધિત કેસમાં 8 ભારતીયોની ધરપકડ કરવામાં આવી હતી.

જાણો કોણ છે આ 8 ભૂતપૂર્વ ભારતીય નૌસેનિક…

આ 8 ભૂતપૂર્વ ભારતીય નૌસેનિકોમાં કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર સંજીવ ગુપ્તા, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કમાન્ડર સુગુણાકર પાકલા, કમાન્ડર અમિત નાગપાલ અને નાવિક રાગેશ સામેલ છે. દરેક અધિકારીઓનો ભારતીય નૌસેનામાં 20 વર્ષ સુધીનો વિશિષ્ટ સેવા રેકોર્ડ છે.

શા માટે ધરપકડ કરવામાં આવી?

જણાવી દઈએ કે, 30 ઓગસ્ટ 2022ના રોજ કતારની ઈન્ટેલીજન્સ એજન્સી દ્વારા ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ કર્મચારીઓની ધરપકડ કરી હતી. આ કેસમાં સૌથી વધુ આશ્ચર્યજનક બાબત એ છે કે ન તો કતારના અધિકારીઓ દ્વારા કે ન દિલ્હીએ હજુ સુધી આ ભારતીય નાગરિકો વિરુદ્ધ આરોપોને જાહેર કર્યા નથી. તેમની ગયા વર્ષે જાસૂસીના એક કથિત કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.  

આ પણ વાંચો… India Mobile Congress: પ્રધાનમંત્રીએ ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસની સાતમી આવૃત્તિનું કર્યું ઉદઘાટન

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો