ED Raid in Delhi: આપ નેતાઓ વિરુદ્ધ EDની મોટી કાર્યવાહી, 12 સ્થળો પર પાડ્યા દરોડા

ED Raid in Delhi: ઈડી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સચિવ વૈભવ અને રાજ્યસભા સાંસદ એનડી ગુપ્તા ઘરે દરોડા પાડી રહી

નવી દિલ્હી, 06 ફેબ્રુઆરીઃ ED Raid in Delhi: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ પર દરોડા પાડ્યા છે. ઈડીની આ કાર્યવાહી પછી આપ નેતાઓમાં હડકંપ મચી ગયો છે.

મળતી માહિતી મુજબ, ED મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સચિવ વૈભવ અને રાજ્યસભા સાંસદ એનડી ગુપ્તા ઘરે દરોડા પાડી રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, દિલ્હીમાં આમ આદમી પાર્ટીના લગભગ 12 સ્થળો પર EDના દરોડા ચાલુ છે.

કહેવામાં આવી રહ્યું છે કે ED મની લોન્ડરિંગ કેસમાં દરોડા પાડી રહી છે. જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ મની લોન્ડરિંગનો કયો કેસ છે.

આ પણ વાંચો… Ekadashi Vrat: ‘ષટતિલા એકાદશી’ નું શું છે મહત્વ; જાણીએ વૈભવી જોશીની કલમે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો