ED

ED Raids: બેંક લોનના ફ્રોડમાં મની લોન્ડરિંગ કેસમાં ગુજરાત સહિત આ રાજ્યોમાં ઇડીના દરોડા- વાંચો વિગત

ED Raids: 750 કરોડ રૂપિયાના બેંક લોનના ફ્રોડમાં મની લોન્ડરિંગના કેસમાં ઇડી દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા હતા

નવી દિલ્હી, 24 ફેબ્રુઆરીઃ ED Raids: ઇડીએ ગુજરાત, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં દરોડા પાડયા હતા. 750 કરોડ રૂપિયાના બેંક લોનના ફ્રોડમાં મની લોન્ડરિંગના કેસમાં ઇડી દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા હતા. રોડ કન્સ્ટ્રક્શન અને ટોલ પ્લાઝાના સંચાલન સાથે સંકળાયેલી કંપની સામે કાર્યવાહી ચાલી રહી છે.

આ પણ વાંચોઃ Google Pay Will Stop Working: આ દેશમાં જૂન મહિનાથી બંધ થાય છે Google Pay, જાણો કઈ રીતે કરી શકો છો મની ટ્રાન્સફર?

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2012 થી 2016 દરમિયાન આશરે ૭૫૦ કરોડ રૂપિયાના લોન ફ્રોડમાં આ તપાસ હાથ ધરાઇ રહી છે. ઇડીએ ઉત્તર પ્રદેશના લખનઉ, ગોરખપુર અને નોઇડામાં દરોડા પાડયા હતા. જ્યારે ગુજરાતમાં અમદાવાદમાં તપાસ કરવામાં આવી હતી. તેવી જ રીતે હરિયાણાના ગુરુગ્રામમાં ઇડીની ટીમ પહોંચી હતી.

ગંગોત્રી નામની કંપની રોડ બાંધકામ તેમજ ટોલ પ્લાઝાને ઓપરેટ કરવાનું કામ સંભાળે છે. આ ઉપરાંત અન્ય સરકારી કોન્ટ્રાક્ટ સાથે પણ સંકળાયેલી છે. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં કંપનીની 72 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરાઇ હતી.