election commission tells local administration to ensure voting without fear

કોરોના વાયરસના વધતા પ્રકોપ વચ્ચે ચૂંટણી પંચે(election commission) મહત્વનો નિર્ણય: વિજય સરઘસ, જૂલૂસ કે જશ્ન પર સંપૂર્ણ રીતે લગાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હી, 27 એપ્રિલઃ તાજેતરમાં જ પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આસામ, કેરળ અને પુડ્ડુચેરીની વિધાનસભા ચૂંટણી યોજાઇ હતી. જેના પરિણામ 2જી મેના રોજ જાહેર થવાના છે. ચાર રાજ્યોમાં ચૂંટણી પૂરી થઈ ગઈ છે જ્યારે બંગાળમાં હજુ પણ એક તબક્કાનું મતદાન બાકી છે. આવામાં ચૂંટણી પંચ તરફથી મહત્વનો નિર્ણય લેવાયો છે. કોરોના વાયરસના વધતા પ્રકોપ વચ્ચે ચૂંટણી પંચે(election commission) મહત્વનો નિર્ણય લીધો છે. પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામ 2જી મેના રોજ જાહેર કરાશે. આવામાં ચૂંટણી પંચે(election commission) પરિણામ બાદ કોઈ પણ પ્રકારના વિજય સરઘસ, જૂલૂસ કે જશ્ન પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવ્યો છે. 

ચૂંટણી રેલીઓમાં ઉમટેલી ભીડ પર સતત સવાલ થઈ રહ્યા હતા. બંગાળમાં સાતમા તબક્કાના મતદાન પહેલા ચૂંટણી પંચે(election commission) મોટી રેલીઓ, રોડ શો અને પદયાત્રા પર રોક લગાવી હતી. રાજકીય પક્ષોને વર્ચ્યુઅલ સભાઓ કરવાની અપીલ કરી હતી. આ સાથે જ વોટિંગના 72 કલાક પહેલા જ પ્રચાર બંધ કરી દેવાનો નિર્દેશ આપ્યો હતો. આવામાં જ્યારે હવે મતદાન પૂરું થવાની તૈયારી છે ત્યારે ચૂંટણી પંચ તરફથી કાઉન્ટિંગની મોટા પાયે તૈયારીઓ થઈ રહી છે. 

election commission

ઉલ્લેખનીય છે કે, કોરોનાના વધતા સંકટને જોતા ગઈ કાલે જ મદ્રાસ હાઈકોર્ટે ચૂંટણી પંચને ખુબ ફટકાર લગાવી હતી. એક અરજીની સુનાવણીમાં કોર્ટે કહ્યું હતું કે કોરોનાની બીજી લહેર માટે સંપૂર્ણ રીતે ચૂંટણી પંચ જવાબદાર છે. ચૂંટણી પંચે(election commission) કોઈ પણ પ્રકારની ચૂંટણી સભા પર રોક લગાવી નહીં. જેના કારણે મોટી સંખ્યામાં લોકો એક જગ્યાએ ભેગા થતા રહ્યા. ફટકાર લગાવવાની સાથે સાથે હાઈકોર્ટે ચૂંટણી પંચને એવો આદેશ પણ આપ્યો હતો કે 2જી મેના રોજ ગણતરી માટે પૂરો પ્લાન તૈયાર કરવામાં આવે છે.

ADVT Dental Titanium

આ પણ વાંચો….

હેલ્થટિપ્સઃ કોવિડ-૧૯ના કાળા કહેરમાં કેવી રીતે કરશો ‘સેલ્ફ કૅર’?, જાણો પ્રોનિંગ(Proning) પ્રોસેસ વિશે વિગતે…