Elephant and mahout brave swollen ganga river

Elephant and mahout brave swollen ganga river: બિહારમાં ખતરનાક મોજાઓ વચ્ચે એક હાથીનો ગંગા ઓળગતો વીડિયો થયો વાયરલ- જુઓ વીડિયો

Elephant and mahout brave swollen ganga river: મહાવત પ્રચંડ ગંગાની વચ્ચે હાથીની પીઠ પર બેસીને ગંગા નદીમાં તરવા લાગ્યો

નવી દિલ્હી, 14 જુલાઇઃ Elephant and mahout brave swollen ganga river: વરસાદના માહોલ વચ્ચે ગુજરાત,મુંબઇમાં તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે, ત્યાં બિહારમાં ખતરનાક મોજાઓ વચ્ચે એક હાથીનો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે.   

બિહારના રાઘોપુર (Raghopur) વૈશાલીમાં હાથી પોતાની પીઠ પર મહાવતને લઈને ગંગામાં તરી ગયો છે, મંગળવારે ગંગા નદીમાં અચાનક પાણી વધવાને કારણે રાઘોપુર વિસ્તારમાં મહાવત હાથી સાથે અટવાઈ ગયો હતો. આ પછી માહુતે હાથી સાથે ગંગા પાર કરવાનો નિર્ણય કર્યો. 

મહાવત પ્રચંડ ગંગાની વચ્ચે હાથીની પીઠ પર બેસીને ગંગા નદીમાં તરવા લાગ્યો. આ દરમિયાન લોકોએ તેનો વીડિયો પણ બનાવ્યો હતો.

જ્યારે હાથી ગંગાના જોરદાર મોજાઓ વચ્ચે ગંગામાં તરવા લાગ્યો ત્યારે મહાવત હાથીનો કાન પકડી લીધો અને તેની પીઠ પર બેસી ગયો. લગભગ એક કિલોમીટર સુધી ગંગામાં તર્યા પછી, હાથી અને મહાવત સુરક્ષિત રીતે ગંગા પાર કરીને જેઠુકી ઘાટ પર પહોંચ્યા હતા.

આ પણ વાંચોઃ Govt announce compensation: ગુજરાત સરકારે વરસાદના કારણે મકાન,માનવ,પશુને થયેલા નુકશાન માટે કરી સહાય જાહેર- વાંચો વિગત

આ પણ વાંચોઃ 18+Free booster dose: 18 વર્ષથી ઉપરના લોકોને 15મી જુલાઈથી કોરોનાનો બુસ્ટર ડોઝ પણ ફ્રીમાં મળશે

Gujarati banner 01