kutch rain

Govt announce compensation: ગુજરાત સરકારે વરસાદના કારણે મકાન,માનવ,પશુને થયેલા નુકશાન માટે કરી સહાય જાહેર- વાંચો વિગત

Govt announce compensation: રાજ્યમાં વધુ વરસાદથી સમતલ-સપાટ વિસ્તારમાં સંપૂર્ણ નુકશાન પામેલાં પ્રતિ મકાન દીઠ રૂ. ૯૫,૧૦૦ અને પર્વતીય વિસ્તાર માટે રૂ. ૧,૦૧,૯૦૦, જયારે નાશ પામેલાં પ્રતિ ઝૂંપડા લેખે રૂ. ૪,૧૦૦ની સહાય આપવામાં આવશે. 

ગાંધીનગર, 14 જુલાઇઃ Govt announce compensation: ગુજરાતમાં ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પુરની સ્થિતિ પ્રવર્તી છે, ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા બાદ રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને જોતા આજે કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં વરસાદથી થયેલા નુકસાનીમાં સહાયની જાહેરાત કરવામાં આવી છે.

મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વરસાદથી થયેલી નુકસાનીમાં સહાયની જાહેરાત કરી હતી. જેમાં તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે,રાજ્યમાં વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કુલ ૩૧,૦૩૫ નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું જે પૈકી કુલ ૨૩,૯૪૫ નાગરિકો સ્વગૃહે પરત ફર્યાં છે, જ્યારે ૭,૦૯૦ નાગરિકો વિવિધ આશ્રયસ્થાનોમાં આશરો લઈ રહ્યાં છે, જેમને ભોજન સહિત પૂરતી વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. અત્યારસુધીમાં કુલ ૫૭૫ નાગરિકોનું રેસ્કયૂ કરવામાં આવ્યું છે. 

માનવ મૃત્યુના કિસ્સામાં 4 લાખની સહાય

જેમાં માનવ મૃત્યુના કિસ્સામાં 4 લાખની સહાય નક્કી કરવામાં આવી છે. જે અન્વયે અત્યારસુધીમાં પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિદ્વારકા અને ખેડા જિલ્લામાં મૃત્યુ પામેલાં 5 નાગરિકોને કુલ રૂ. ૨૦ લાખની સહાય ચૂકવવામાં આવી છે, જયારે બાકીના તમામને બનતી ત્વરાએ સહાય ચૂકવવામાં આવશે. તા. ૭ જુલાઈથી અત્યારસુધીમાં કુલ ૩૧ નાગરિકોના મૃત્યુ થયા છે. 

રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અકુદરતી મૃત્યું, વીજળી પડવાથી કે અન્ય રીતે મોત થયું હશે તેમને પણ સહાય મળશે. 

આ પણ વાંચોઃ 18+Free booster dose: 18 વર્ષથી ઉપરના લોકોને 15મી જુલાઈથી કોરોનાનો બુસ્ટર ડોઝ પણ ફ્રીમાં મળશે

અસરગ્રસ્ત વિસ્તારોમાં મૃત્યુ પામેલા પશુઓ માટે સહાય

  • જેમાં ગાય, ભેંસ, ઊંટ જેવાં દૂધાળા પશુ માટે રૂ. ૩૦,૦૦૦, 
  • ઘેટા-બકરાં વગેરે માટે રૂ. ૩,૦૦૦ 
  • તેમજ બિન દૂધાળાપશુ જેવાં કે, બળદ, ઊંટ, ઘોડાવગેરે માટે રૂ. ૨૫,૦૦૦
  • રેલ્લો, ગાયનીવાછરડી, ગધેડો, પોની વગેરે માટે રૂ. ૧૬,૦૦૦ની સહાય આપવામાં આવશે. 
  • રાજ્યના વહીવટી તંત્રની પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિ પર ચાંપતી નજર 
  • વરસાદમાં મૃત્યુ પામેલાં તમામને તાત્કાલિક સહાય ચૂકવવા કલેક્ટરઓને સૂચના

આ ઉપરાંત મરઘા પશુ સહાય માટે પ્રતિ પક્ષી રૂ. ૫૦ લેખે પ્રતિ કુટુંબની મર્યાદામાં વધુમાં વધુ રૂ. ૫,૦૦૦ની સહાય આપવામાં આવશે.  

રાજ્યમાં વધુ વરસાદથી સમતલ-સપાટ વિસ્તારમાં સંપૂર્ણ નુકશાન પામેલાં પ્રતિ મકાન દીઠ રૂ. ૯૫,૧૦૦ અને પર્વતીય વિસ્તાર માટે રૂ. ૧,૦૧,૯૦૦, જયારે નાશ પામેલાં પ્રતિ ઝૂંપડા લેખે રૂ. ૪,૧૦૦ની સહાય આપવામાં આવશે. 

મંત્રીએ કહ્યું હતું કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સર્વે કરીને નુકસાન પામેલાં મકાન-ઝૂંપડા માટે સહાય તેમજ કેશડોલ અપાશે. રાજ્યમાં વરસાદવાળા મોટાભાગના વિસ્તારોમાં એસ.ટી. બસના રૂટ પૂર્વવત કરવામાં આવ્યા છે. રાજ્યના વહીવટી તંત્રની પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં નાગરિકોને સવિશેષ કાળજી રાખવા પણ મંત્રીએ અનુરોધ કર્યો હતો.  

આ પણ વાંચોઃ Woman bootlegger caught: અંબાજી ખાતે એક્ટિવા વિદેશી દારૂની હોમડિલેવરી કરતી મહિલા બુટલેગર માયા ઝડપાઇ, પોલીસે કરી કાર્યવાહી

Gujarati banner 01