Kisan parliament

Farmers Protest Updates : એમએસપી કાયદા સહિતની અનેક માંગણીઓને લઈને કૃષિ આંદોલન વચ્ચે એક વધુ ખેડૂતનું મોત

Farmers Protest Updates : આજે આંદોલનના 11માં દિવસે વધુ એક ખેડૂતના મોતના સમાચાર સામે આવી રહ્યા છે.

નવી દિલ્હી, 23 ફેબ્રુઆરીઃ Farmers Protest Updates : એમએસપી કાયદા સહિતની અનેક માંગણીઓને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂત સંગઠનોનું આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આજે આંદોલનના 11માં દિવસે વધુ એક ખેડૂતના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. 

ખેડૂતોના આંદોલનમાં વધુ એક ખેડૂતે જીવ ગુમાવ્યો છે. આ સાથે જ 13 ફેબ્રુઆરીએ ખેડૂતોની ‘દિલ્હી ચલો’ કૂચના એલાન બાદ અત્યાર સુધીમાં પાંચ ખેડૂતોના મોત થયા છે. મૃતક ખેડૂતની ઓળખ દર્શન સિંહ તરીકે થઈ છે જેની આશરે ઉમર 62 વર્ષ છે.

આ પણ વાંચોઃ Google Action Against Gemini AI: AI એપના વિરુદ્ધ ગૂગલે લીધો મોટુ એક્શન, આ ટૂલ પર લગાવ્યો પ્રતિબંધ

સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મૃતક ખેડૂત પંજાબના ભટિંડાના અમરગઢ ગામના રહેવાસી હતા. દર્શન સિંહનો પરિવાર 8 એકર જમીન ધરાવે છે અને હાલમાં તેમના પરિવાર પર 8 લાખ રૂપિયાનું દેવું છે. તેણે થોડા દિવસ પહેલા જ પુત્રના લગ્ન કર્યા હતા.