Fire kills 49 cows

Fire in slum area of guwahati: ગુવાહાટીમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં 100 થી વધુ ઘરોમાં લાગી આગ, જાણો શું થયું…

Fire in slum area of guwahati: રાહતનાં સમાચાર આ છે કે આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના એહવાલ નથી….

નવી દિલ્હી, 10 ડીસેમ્બર: Fire in slum area of guwahati: ગુવાહાટીના ફટાસિલ અંબરી વિસ્તારમાં કાલે રાત્રે એક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં 100 થી વધુ ઘરોમાં આગ લાગી હતી. 20 થી વધુ ફાયર ટેન્ડરો સ્થળ પર દોડી આવ્યા હતા, અધિકારીઓએ ઉમેર્યું હતું કે હજુ સુધી કોઈ જાનહાનીના અહેવાલ નથી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘણા એલપીજી સિલિન્ડરોમાં વિસ્ફોટ થયા હતા જેના કારણે આ વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. દ્રશ્યના વિડીયોમાં ઘણા લોકોના અનેક  ઘરોને આગની જ્વાળાઓમાં લપેટાયેલા જોઈ રહ્યા છે.

આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ અધિકારીઓને અસરગ્રસ્તોને ભોજન અને રહેવા સહિત રાહતના પગલાં આપવાનો નિર્દેશ આપ્યો છે. ઓછામાં ઓછા બે મંત્રીઓ પણ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ગુવાહાટી પોલીસ કમિશનર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર આગની ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. હાલ આગ લાગવાના કારણ અંગે કંઈ જાણવા મળ્યું નથી. ઝૂંપડપટ્ટીમાં આવેલા મકાનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું છે. આગના કારણે લોકોને ભારે નુકસાન થયું છે અને ઠંડીએ તેમની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. આગના કારણે થયેલા નુકસાનનું આકલન કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: Stuffy Nose Treatment: શું તમે પણ સર્દીમાં બેહતા નાકથી છો પરેશાન! અપનાવો આ ઉપાય, નહીં માગો દવા

Gujarati banner 01