Firing in BSF Mess

Firing in BSF Mess: BSF મેસમાં ફાયરિંગ, આરોપી સહિત 5 જવાનના મોત, 10 વ્યક્તિ થયા ઘાયલ

Firing in BSF Mess: બીએસએફના એક જવાને જ કેમ્પની અંદર આડેધડ ગોળીબાર કર્યો હતો

અમૃતસર, 06 માર્ચઃ Firing in BSF Mess: પંજાબના અમૃતસર ખાતેથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખાસા ખાતે સીમા સુરક્ષા દળ (BSF)ના મુખ્યાલયમાં ફાયરિંગની ઘટના બની છે. આ હુમલામાં આરોપી સહિત 5 જવાનોના મોત થયા છે. બીએસએફના એક જવાને જ કેમ્પની અંદર આડેધડ ગોળીબાર કર્યો હતો.

આ અંગેની જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે અને સૈન્ય અધિકારીઓએ તપાસ શરૂ કરી દીધી છે. બીએસએફ મેસમાં ફાયરિંગ કરનારા કોન્સ્ટેબલની ઓળખ મહારાષ્ટ્રના સુતપ્પા તરીકે સામે આવી છે. આ ઘટનામાં ઘાયલ થયેલા જવાનોને ગુરૂ નાનક દેવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચોઃ Great gift for students by gujarat government: રાજ્યના વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રીએ આપી મોટી ભેટ- વાંચો વિગત

ગોળીબાર બાદ જવાને પોતાને પણ ગોળી મારી હતી. તેના પાસેથી વધારે ડ્યુટી લેવામાં આવી રહી હોવાના કારણે અકળાઈને તેણે આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે. છેલ્લા કેટલાક દિવસથી સતત ડ્યુટી સોંપાઈ રહી હોવાથી તે ખૂબ પરેશાન થઈ ગયો હતો. આ મામલે શનિવારે બીએસએફના એક અધિકારી સાથે તેનો વિવાદ પણ થયો હતો પરંતુ કોઈ રાહત નહોતી મળી. આ કારણે ગુસ્સે થઈને તેણે રાયફલમાંથી ગોળીઓ છોડવાનું શરૂ કરી દીધું હતું.