ambaji grahan divas

World Consumer Day: અંબાજી માં વિશ્વ ગ્રાહક દિવસે વિદ્યાર્થીઓ ને ગ્રાહક ના અધિકારો અંગે જાણકારી આપવા આવી

World Consumer Day: અંબાજી માં વિશ્વ ગ્રાહક દિવસ ને લઈ આર્ટ્સ અને કોમર્સ ના વિદ્યાર્થીઓ માં ગ્રાહક ના અધિકારો અને તેના કાયદાઓ અંગે જાણકારી આપવા આવી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 15 માર્ચ:
World Consumer Day: 15 માર્ચ ને વિશ્વ ગ્રાહક દિવસ તરીકે મનાવામાં આવે છે અને વિવિધ ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહક જાગૃતિ માર્ગદર્શન પ્રદર્શન ,પ્રશ્નોત્તરી,સમાઘાન ,સાહિત્ય વિતરણ તેમજ પ્રોજેક્ટર દ્વારા ગ્રાહકો માં જાગૃતિ આવે તેના પ્રયાસ કરવામાં આવે છે આજે આ વિશ્વ ગ્રાહક દિવસ ને લઈ અંબાજી ની આર્ટ્સ અને કોમર્સ ના વિદ્યાર્થીઓ માં ગ્રાહક ના અધિકારો અને તેના કાયદાઓ અંગે જાણકારી આપવા માટે નું કાર્યક્રમ દાંતા ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર , વિપુલ ગુજ્જર દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો .

ભારતીય સવિંધાને નાગરિકો નો ગ્રાહક તરીકે સ્વીકાર કરી એક અલાયદા કાયદા થકી (World Consumer Day) ગ્રાહક ને તેના અધિકારો મળે અને ગ્રાહક જાગૃતિ ને લઈ સંપૂર્ણ માહિતી થી સજાગ બને ગ્રાહક છેતરાય નહીં સાથે હાલ માં ઓનલાઇન બેન્કિંગ ને ઓનલાઇન શોપિંગ માં મહત્તમ છેતરપિંડી જેવા કિસ્સાઓ બનતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓ માં શરૂઆત થી જ સમજણ આવે તેને લઈ મંદિરના વહીવટદાર આર.કે પટેલ, એન.એમ. રાઠોડ (ઝોનલ અધીકારી ,ગ્રાહક સલાહ અધિકારી) રાજકોટ રીઝીયલ, મામલતદાર દાંતા અનિલ સોલંકી જીલ્લા તોલમાપ અધીકારી ,સહીત ફ્રુડ એન્ડ ડ્રગ અધીકારીઓ દ્વારા માર્ગદર્શન અપાયું હતું,

આજનો વિદ્યાર્થી આવતી કાલ નો નાગરિક બનશે (World Consumer Day) ત્યારે વસ્તુ ની પસંદગી નો અધિકાર ,છેતરામણી જેવી જાહેરાત, મહત્તમ ભાવ કરતા વધુ ભાવ લેવા ,ગુણવતા માં ખામી યુક્ત ચીજવસ્તુ ની ખરીદી બાદ ગ્રાહક ને સંપૂર્ણ સ્વતંત્ર અધિકાર હોવાનો અહેસાસ કરાવવામાં આવ્યો હતો આ સાથે ડિસ્પ્લે અને પ્રોજેક્ટ દ્વારા પણ માહિતી પુરી પાડવામાં આવી હતી.

આ પણ વાંચો..Vadodara startup: બે યુવાનોએ પોકેટમાંથી બચત કરી કંપની બનાવી, હર્બલ પ્રોડક્ટ લોન્ચ કરી

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.