cc83f90783df4083b91c06861efe61cc

G7 summit: આજે 7 મોટી વૈશ્વિક અર્થવ્યવસ્થાઓનું સંબોધન કરશે વડાપ્રધાન મોદી, જાણો ભારત દેશ માટે કેમ મહત્વની છે આ બેઠક?

નવી દિલ્હી, 12 જૂનઃવડાપ્રધાન મોદી ડિજિટલ રીતે 12 અને 13 જૂનના રોજ G7 સમિટ(G7 summit)ના સંમેલનમાં ભાગ લેશે.વિદેશ મંત્રાલયે ગયા મહિને કહ્યું હતું કે મોદી દેશની કોરોનાવાયરસની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને G7 શિખર સંમેલનમાં ભાગ લેવા યુકે જશે નહી.

Whatsapp Join Banner Guj

G7 જૂથમાં યુકે, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને યુ.એસ. ભારત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા અને દક્ષિણ આફ્રિકાને સમિટમાં આમંત્રણ આપ્યું છે.બ્રિટનના વડાપ્રધાન જોહ્ન્સને કહ્યું હતું કે, G7 શિખર(G7 summit) સંમેલનમાં મને આશા છે કે સાથી નેતાઓ સંકલ્પ વ્યક્ત કરશે કે આવતા વર્ષના અંત સુધીમાં આખી દુનિયાને રસી આપવામાં આવે.

નોંધનીય છે કે, દુનિયાના મુખ્ય લોકતંત્રોના રાષ્ટ્રાધ્યક્ષ સંયુક્ત પડકારોનો સામનો કરવા માટે બ્રિટનમાં એક સાથે આવશે. તમામ દિગ્ગજ નેતા કોરોના વાયરસની માર અને જળવાયુ પરિવર્તનનો સામનો કરવા મામલે ચર્ચા કરશે. સાથોસાથ એવું પણ સુનિશ્ચિત કરશે કે દરેક સ્થળે લોકો ખુલ્લા વેપાર, ટેકનીકલ પરિવર્તન અને વૈજ્ઞાનિક શોધથી ફાયદો ઉઠાવી શકે.

આ પણ વાંચો….

“શાળા બંધ-શિક્ષણ(education) નહી”: અમદાવાદ જિલ્લામાં નવા શૈક્ષણિક સત્રમાં “ બ્રિજ કૉર્ષ ” નો આરંભ, વાંચો સંપૂર્ણ વિગત

ADVT Dental Titanium